ભારત-જાપાનના ઔદ્યોગિક વિકાસને મજબૂત બનાવવા જેટ્રોની ભૂમિકા મહત્વરૂપઃ વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત-જાપાનના આર્થિક સંબંધોને મહત્વરૂપ ગણાવી ઉમેર્યું હતું કે, દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટને કારણે આજે જાપાનીઝ કંપનીઓ ભારત અને ખાસ કરીને ગુજરાતમાં વધુને વધુ મૂડીરોકાણ કરવા માટે પ્રેરિત થાય તેવા વાતાવરણનું નિર્માણ થયું છે.

ભારત-જાપાનના ઔદ્યોગિક વિકાસને મજબૂત બનાવવા જેટ્રોની ભૂમિકા મહત્વરૂપઃ વિજય રૂપાણી

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત-જાપાનના આર્થિક સંબંધોને મહત્વરૂપ ગણાવી ઉમેર્યું હતું કે, દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટને કારણે આજે જાપાનીઝ કંપનીઓ ભારત અને ખાસ કરીને ગુજરાતમાં વધુને વધુ મૂડીરોકાણ કરવા માટે પ્રેરિત થાય તેવા વાતાવરણનું નિર્માણ થયું છે.

વિજય રૂપાણીએ આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ની પૂર્વસંધ્યાએ જેટ્રોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, ભારત જાપાનના ઔદ્યોગિક વિકાસને મજબૂત બનાવવા જેટ્રોની ભૂમિકા મહત્વરૂપ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જેટ્રોના કારણે ગુજરાતમાં ઔદ્યોગિક મૂડીરોકાણ માટે જાપાનીઝ કંપનીઓને એક વિશેષ પ્લેટફોર્મ મળ્યું છે. જેટ્રો અને ગુજરાતના બિઝનેસ ફ્રેન્ડલી અભિગમના કારણે જાપાનીઝ કંપનીઓ વધુને વધુ ગુજરાતમાં મૂડીરોકાણ માટે આવી રહી છે ત્યારે ગુજરાત અને જેટ્રો ભાવિ ઔદ્યોગિક વિકાસ માટે સહયોગી પ્રયાસ કરી, ગુજરાત-જાપાનના ઔદ્યોગિક સંબંધોને નવી ઊંચાઈ આપશે.

આ પ્રસંગે જેટ્રોના વાઇસ પ્રેસિડન્ટ નાઓયોશી નોગુચી (Mr. NAOYOSHI NOGUCHI) એ જણાવ્યું હતું કે, જેટ્રો દ્વારા ગુજરાતમાં કૌશલ્ય નિર્માણની તાલીમ ક્ષેત્રે ખાસ સહયોગ આપવામાં આવશે. તેમણે કંપનીઓમાં કૌશલ્યવાન માનવબળની જરૂરિયાતોને પુરી પાડવા મેગા જોબ ફેર માટે સહયોગની તૈયારી દર્શાવી હતી.

નોગુચીએ જાપાનીઝ કંપનીઓ માટે ગુજરાત મૂડીરોકાણનું મહત્વરૂપ ક્ષેત્ર હોવાનું જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે રાજસ્થાનના નીમરાણા મોડલની જેમ જ ગુજરાતમાં પણ જાપાનીઝ કંપનીઓ આગળ વધે એ દિશામાં તેવો પ્રયાસ કરશે. વિજય રૂપાણીએ પ્રતિનિધિમંડળના સભ્યોને આવકાર્યા હતા અને સ્મૃતિ ભેટ અર્પણ કરી તેમનું સ્વાગત કર્યું હતું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

વાઈબ્રન્ટ ગુજરાતVibrant Gujarat 2019Vibrant Gujarat SummitVibrant Gujaratવાયબ્રન્ટ ગુજરાતનરેંદ્ર મોદીવિજય રૂપાણીગ્લોબલ ટ્રેડ શો19 જાન્યુઆરીગ્લોબલ સમિટના 9મી એડિશનનેધરલેન્ડબિઝનેસ પ્રતિનિધિમંડળJATROIndiamjapanDMICMetroindustrial growthમુખ્યમંત્રી વિજય રૂપાણીગાંધીનગરમહાત્મા મંદિરઅમદાવાદMOUAfrica Daynarendra modivijay rupanipm narendra modiMahatma Mandirgandhinagarbusiness news in gujaratizee news gujaratiવેપાર સમાચારબિઝનેસ ન્યૂઝવાઈબ્રન્ટ ગુજરાત 2019વાઈબ્રન્ટ સમિટપીએમ મોદીવડાપ્રધાન નરેંદ્ર મોદીબિઝનેસ ડેલિગેશનએમઓયૂમહાત્મા મંદિર ગાંધીનગરઆફ્રિકા ડેઆફ્રિકા દિવસશોપિંગ ફેસ્ટિવલShoping Festivalઅમદાવાદ શોપિંગ ફેસ્ટિવલડિસ્કાઉન્ટદેશની સૌથી અત્યાધુનિક પબ્લિક હોસ્પિટલSVP Hospitalસરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મોડિકલ સાયન્સ એન્ડ રીસર્ચ

Trending news