2024ની ચૂંટણી પહેલા ખુશખબર! 10 રૂપિયા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ

Petrol-Diesel Prices Cut: 2024 માં જોયાનારી લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવાની છે. સૂત્રો પ્રમાણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 10 રૂપિયા જેટલો ઘટાડો થઈ શકે છે. 

2024ની ચૂંટણી પહેલા ખુશખબર! 10 રૂપિયા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીને જોતા લોકોને મોટી રાહત આપવાની તૈયારીમાં છે. સૂત્રો પ્રમાણે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં જલ્દી મોટો ઘટાડો કરી શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલિયમ મંત્રાલય પેટ્રોલ-ડીઝલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડવાનો વિચાર કરી રહ્યું છે. કિંમતોમાં ઘટાડાનો કેટલોક ભાગ ઓયલ માર્કેટિંગ કંપનીઓ તરફથી આવશે. નાણા મંત્રાલયની પાસે ભાવ ઘટાડવાના અલગ-અલગ વિકલ્પ તૈયાર છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલિયમ મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર 8-10 રૂપિયાના ઘટાડાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ અંગે પ્રધાનમંત્રીની મંજૂરી બાકી છે. ગુરુવારે મોડી રાત સુધીમાં આ અંગે નિર્ણય પણ લેવામાં આવી શકે છે.

કાચા તેલની કિંમતોમાં ઘટાડો
હકીકતમાં, મંત્રાલયે દલીલ કરી છે કે આયાતી ક્રૂડ ઓઈલની ખરીદ કિંમતમાં તીવ્ર ઘટાડો થયો છે. આ ક્રૂડ ઓઈલને પેટ્રોલ અને ડીઝલ બનાવવા માટે રિફાઈનરીમાં મોકલવામાં આવે છે. નાણાકીય વર્ષ 2023-24 (એપ્રિલ-માર્ચ) દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ સરેરાશ $77.14 છે, જેમાં માત્ર બે મહિનામાં જ વધારો જોવા મળ્યો છે - સપ્ટેમ્બરમાં $93.54 અને ઓક્ટોબરમાં $90.08. 2022-23માં કાચા તેલની સરેરાશ કિંમત $93.15 પ્રતિ બેરલ હતી.

તેલ કંપનીઓએ કરી મોટી કમાણી
6 એપ્રિલ 2022થી બંને ફ્યૂલની પૂર્વ-રિફાઇનરી કિંમતોમાં કોઈ ફેરફાર ન થવાથી ચાલુ નાણાકીય વર્ષમાં કાચા તેલની ઓછી કિંમતોને કારણે ત્રણેય સરકારી તેલ વિતરણ કંપનીઓ- ઈન્ડિયન ઓયલ કોર્પ, ભારત પેટ્રોલિયમ કોર્પ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશને મોટી કમાણી કરી છે. આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં, IOC, BPCL અને HPCLએ સંયુક્ત રીતે રૂ. 58,198 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news