Facebook Data Leak: ફેસબુકની સુરક્ષામાં ગાબડું!, 50 કરોડથી વધુ યૂઝર્સનો ડેટા જોખમમાં

ફેસબુકની સુરક્ષામાં ફરીથી એકવાર ગાબડું પડ્યું હોય તેવું જણાય છે. ફેસબુકમાંથી ડેટા લીક થવાનો મામલે એકવાર ફરી ચર્ચામાં છે.

Facebook Data Leak: ફેસબુકની સુરક્ષામાં ગાબડું!, 50 કરોડથી વધુ યૂઝર્સનો ડેટા જોખમમાં

Facebook Data Leak: ન્યૂયોર્ક: હેકર્સની એક વેબસાઈટ પર 50 કરોડથી વધુ ફેસબુક યૂઝર્સના ડેટાની જાણકારી રહેલી છે. આ સૂચના અનેક વર્ષો જૂની લાગે છે, પરંતુ તે ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા સાઈટ પર ભેગી કરાતી જાણકારીની સુરક્ષાને લઈને મોટો સવાલ ઊભો કરે છે. 

જોખમમાં 106 દેશોના યૂઝર્સનો ડેટા
ડેટા ઉપલબ્ધ થવાની જાણકારી બિઝનેસ ઈનસાઈડર વેબસાઈટે આપી. આ વેબસાઈટ મુજબ 106 દેશના લોકોના ફોનનંબર, ફેસબુક આઈડી, નામ, લોકેશન, ડેટ ઓફ બર્થ અને ઈમેઈલ ઓનલાઈન ઉપલબ્ધ છે. 

શું છે કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડલ?
લોકોની જાણકારીની સુરક્ષાને લઈને ફેસબુક પર અનેક સવાલ ઉઠતા રહે છે. સોશિયલ મીડિયા કંપનીએ 2018માં ફોન નંબર દ્વારા યૂઝર્સના એકાઉન્ટ શોધવાની સુવિધા એ ખુલાસા બાદ બંધ કરી દીધી હતી કે રાજનીતિક કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ 8 કરોડ 70 લાખ ફેસબુક યૂઝર્સની જાણકારી તેમની સહમતિ વગર આપી હતી. 

રિપોર્ટમાં થયો આ ખુલાસો
યુક્રેનના એક સિક્યુરિટી રિસર્ચરે ડિસેમ્બર 2019માં જણાવ્યું હતું કે 26 કરોડ 70 લાખ ફેસબુક યૂઝર્સની જાણકારી ઈન્ટરનેટ પર રહેલી છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે બિઝનેસ ઈનસાઈડરે જે ડેટા ઉપલબ્ધ થયો હોવાની જાણકારી આપી છે તે ડિસેમ્બર 2019 માં મળેલા ડેટા સંબંધિત છે કે નહીં. 

— ANI (@ANI) April 4, 2021

ફેસબુકે આપી સ્પષ્ટતા
જો કે ફેસબુકે આ મામલે સ્પષ્ટતા કરવાની કોશિશ કરી છે અને કહ્યું કે લીક થયેલો તમામ ડેટા 2019 પહેલાનો છે. આ સાથે એમ પણ કહ્યું કે ડેટા લીક થયા બાદ બધુ ઠીક કરી દેવાયું હતું. જો કે જાણકારોના જણાવ્યાં મુજબ જૂના ડેટાથી પણ હેકર્સ યૂઝર્સને નુકસાન પહોંચાડી શકે છે. 

(અહેવાલ-ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news