ગૃહ મંત્રાલયનો આદેશ, લૉકડાઉનમાં બિનજરૂરી સામાનોની ઓનલાઇન ડિલિવરી પર પ્રતિબંધ યથાવત


લૉકડાઉન લાગૂ કરવા પર સરકારે જરૂરી સામાનોના પુરવઠાને જાળવી રાકવા માટે આ વાત કહી હતી. લૉકડાઉનમાં રાશન, શાકભાજી અને મેડિકલની દુકાનો ખુલી છે તો બીજીતરફ જરૂરી સામાનોની હોમ ડિલીવરી પણ કરવામાં આવી રહી છે. 

ગૃહ મંત્રાલયનો આદેશ, લૉકડાઉનમાં બિનજરૂરી સામાનોની ઓનલાઇન ડિલિવરી પર પ્રતિબંધ યથાવત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના સંકટનો સામનો કરવા  માટે લૉકડાઉન લાગૂ છે. લૉકડાઉનને કારણે દેશમાં આર્થિક ગતિવિધિઓ પર પણ બ્રેક લાગેલી છે. આ વચ્ચે સરકારે કહ્યું કે, લૉકડાઉન દરમિયાન બિનજરૂરી સામાનોની ઓનલાઇન ડિલીવરી થશે નહીં. 

લૉકડાઉન લાગૂ કરવા પર સરકારે જરૂરી સામાનોના પુરવઠાને જાળવી રાકવા માટે આ વાત કહી હતી. લૉકડાઉનમાં રાશન, શાકભાજી અને મેડિકલની દુકાનો ખુલી છે તો બીજીતરફ જરૂરી સામાનોની હોમ ડિલીવરી પણ કરવામાં આવી રહી છે. પરંતુ આ વચ્ચે ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો છે કે ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા લૉકડાઉન દરમિયાન બિનજરૂરી સામાનોની સપ્લાઈ પર પ્રતિબંધ રહેશે. 

હકીકતમાં 25 માર્ચના લૉકડાઉન લાગૂ થયા બાદથી દેશમાં ઈ-કોમર્સ કંપનીઓ માત્ર જરૂરી સામાનોની સપ્લાઈ કરી રહી છે. પરંતુ થોડા દિવસ પહેલા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ઈ-કોમર્સ કંપનીઓને બીજા સામાનોના વેચાણ માટે થોડી છૂટ આપવામાં આવી હતી. પરંતુ આ સામાનોની ડિલીવરી લૉકડાઉન દરમિયાન કરી શકાશે નહીં. 

3 મે સુધી લૉકડાઉન
મબત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચે 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી. 25 માર્ચથી શરૂ થયેલા લૉકડાઉનનો છેલ્લો દિવસ 14 એપ્રિલ હતો. પરંતુ 14 એપ્રિલે પીએમ મોદીએ એકવાર ફરી દેશને સંબોધિત કર્યો અને 19 દિવસ સુધી લૉકડાઉન વધારી દીધું હતું. જે 3 મે સુધી ચાલશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news