Bharti Hexacom IPO: 3 એપ્રિલે ઓપન થશે નવા નાણાકીય વર્ષનો પ્રથમ આઈપીઓ, એરટેલની કંપની ખોલશે ખાતું

Bharti Hexacom IPO: 1 એપ્રિલથી શરૂ થઈ રહેલા નવા નાણાકીય વર્ષમાં ધમાધમ આઈપીઓ આવવાના છે. તેની શરૂઆત 3 એપ્રિલથી થઈ રહી છે, જ્યારે ભારતી હેક્સાકોમનો મોટો આઈપીઓ લોન્ચ થવાનો છે.
 

Bharti Hexacom IPO: 3 એપ્રિલે ઓપન થશે નવા નાણાકીય વર્ષનો પ્રથમ આઈપીઓ, એરટેલની કંપની ખોલશે ખાતું

નવી દિલ્હીઃ Bharti Hexacom IPO: નાણાકીય વર્ષ 2024-2025ની શરૂઆત 1 એપ્રિલથી થવાની છે. ભારતી એરટેલની સબ્સિડિયરી ભારતી હેક્સાકોમ નવા નાણાકીય વર્ષનો લાવી રહી છે. 3 એપ્રિલે ખુલી રહેલા આ ઈશ્યૂ દ્વારા કંપની કુલ 4275 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીએ આ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ નક્કી કરી લીધી છે. તમે પણ આ નાણાકીય વર્ષના પ્રથમ આઈપીઓમાં રોકાણ કરવા ઈચ્છો છો તો તમને માહિતી આપી રહ્યાં છીએ.

જાણો શું છે આઈપીઓની પ્રાઇઝ બેન્ડ?
આ આઈપીઓ દ્વારા કંપની કુલ 7.5 કરોડ શેરનું વેચાણ કરવાની છે. આ શેર સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ દ્વારા વેચાવાના છે. વર્તમાન શેરધારક ટેલીકમ્યુનિકેશન્સ કન્સલ્ટેન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ આ આઈપીઓ દ્વારા પોતાની 15 ટકા ભાગીદારી વેચવાની છે. પહેલા કંપની પોતાના 10 કરોડ શેરના વેચાણનો પ્લાન બનાવી રહી હતી. આઈપીઓ દ્વારા ભેગી કરેલી રકમ શેરધારકો પાસે જશે. તેમાં કંપનીને કંઈ મળશે નહીં. કંપનીએ શેરની પ્રાઇઝ બેન્ડ 542 રૂપિયાથી લઈને 570 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે.

જાણો આઈપીઓની મહત્વની ડેટ્સ?
ભારતીય હેક્સાકોમ આઈપીઓ 3 એપ્રિલ 2024ના ખુલી રહ્યો છે. ઈન્વેસ્ટર તેમાં 5 એપ્રિલ 2024 સુધી રોકાણ કરી શકે છે. તો શેરનું એલોટમેન્ટ 8 એપ્રિલ 2024ના થશે. જ્યારે 10 એપ્રિલે રિફંડ મળી જશે. શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર 12 એપ્રિલે થશે.

રિટેલ ઈન્વેસ્ટર કેટલું કરી શકે છે રોકાણ?
કંપનીએ 26 શેરનો એક લોટ બનાવ્યો છે. તેવામાં રિટેલ ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા 26 શેરનો એક લોટ એટલે કે 14820 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તો વધુમાં વધુ 13 લોટ એટલે કે 1,92,660 સુધીનું રોકાણ કરી શકાય છે. આ આઈપીઓમાં કંપનીએ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ માટે 75 ટકા ભાગ, રિટેલ ઈન્વેસ્ટરો માટે 10 ટકા અને હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુલ્સ માટે 15 ટકા ભાગ રિઝર્વ કર્યો છે.

શું છે  GMP ની સ્થિતિ?
ભારતીય હેક્સાકોમના શેર ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં ટ્રેડ કરવા લાગ્યા છે. investorgain.com અનુસાર કંપનીના શેર 37 રૂપિયા એટલે કે 6.49 ટકા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. જો લિસ્ટિંગના દિવસે આ સ્થિતિ રહી તો કંપનીના શેર 607 રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટ થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news