Apple એ ભારતમાં બનેલો iPhone 11s પહોંચાડ્યો રિટેલ સ્ટોર્સ પર, જાણો કેટલી છે કિંમત
વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે શુક્રવારે કહ્યું કે એપ્પલે પોતાના સૌથી વધુ વેચાનાર મોડલ iPhone 11sનું ઉત્પાદન ભારતમાં શરૂ કરી દીધું છે જે મેક ઇન ઇન્ડીયા પહેલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Trending Photos
નવી દિલ્હી: વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે શુક્રવારે કહ્યું કે એપ્પલે પોતાના સૌથી વધુ વેચાનાર મોડલ iPhone 11sનું ઉત્પાદન ભારતમાં શરૂ કરી દીધું છે જે મેક ઇન ઇન્ડીયા પહેલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક ટ્વિટમાં મંત્રીએ કહ્યું કે મેક ઇન ઇન્ડીયા માટે મોટી વાત છે. એપ્પલ ભારતમાં iPhone 11s નું નિર્માણ શરૂ કરી દીધું છે.
રિટેલ સૂત્રોએ જણાવ્યું છે કે ભારતમાં બનેલા iPhone 11s ની કેટલી યૂનિટ તેમના સ્ટોર પર પહોંચી ગઇ છે. તેમના અનુસાર લોકડાઉનના લીધે મેડ ઇન ઇન્ડીયા iPhone 11s બજારમાં આવતાં મોડું થયું પરંતુ હવે ધીરે ધીરે આપૂર્તિ વધારવામાં આવી રહી છે. એપ્પલ અને ફોક્સકોને આ સંબંધમાં કોઇ નિવેદન આપ્યું નથી. એપ્પલના iPhone 11s ની ભારતમાં શરૂઆતી કિંમત લગભગ 68,000 રૂપિયામં કોઇ ઘટાડો કરવામાં આવ્યો નથી. ભારતમાં બનેલા iPhone 11s ની કિંમત એ જ છે, જે પહેલાં હતી.
મંત્રી રવિશંકર પ્રસાદે એક ટ્વિટમાં કહ્યું કે 2020માં આઇફોન 11, 2019માં આઇફોન 7 અને એક્સઆર, 2018માં આઇફોન 6એસ અને 2017માં આઇફોન એસઇનું ઉત્પાદન ભારતમાં શરૂ થયું. આ તારીખો પોતાના એક વક્તવ્ય છે કે કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે દેશમાં મોબાઇલ ફોન ઉત્પાદનનું વાતાવરણ તૈયાર કર્યું છે. આ તો શરૂઆત છે.
તેમણે કહ્યું કે પોતાના નવા આઇફોનનું વિનિર્માણ ભારતમાં શરૂ કરી દીધું છે. ઉદ્યોગ જગતના સૂત્રોએ કહ્યું કે ફોક્સકોને પોતાના શ્રીપેરેંબદૂર પ્લાન્ટમાં આઇફોન 11ની અસેંબલિંગ શરૂ કર્યું છે. આ કામને શરૂઆતના થોડા મહિના થઇ ગયા છે જ્યારે ભારતમાં બનેલા iPhone 11s ગત મહિનાથી બજારમાં ઉપલબ્ધ છે. ફોક્સકોન એપ્પલ માટે આઇફોન એક્સઆરનું ઉત્પાદન કરે છે, જ્યારે વિસ્ટ્રોન બેંગલુરૂમાં આઇફોન 7 બનાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે