ZEE 24 કલાક પહોંચ્યું અમેરિકા! જાણો USA ચૂંટણીમાં કઈ તરફ છે ભારતીય સમુદાયનો ઝુકાવ
ભારતીય મૂળના અમેરીકનનો ઝુકાવ રીપબ્લીક પક્ષ તરફ, ડોનાલ્ડ ટ્રંપ તરફી વલણ જોવા મળી રહ્યું છે. ગેરકાયદેસર ઇમીગ્રેશન, વિદેશ નિતિ, એબોર્શન લો, ટેકસ પોલીસી જેવા મહત્વના મુદ્દા અમેરીકાની ચૂંટણીમાં મુખ્યત્વે છે.
Trending Photos
વિશાલ ગઢવી/અમદાવાદ: વિશ્વની સૌથી જૂની લોકશાહી અમેરિકામાં 5 નવેમ્બરે મતદાન યોજાશે. ઝી 24 કલાકની ટીમ અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી પહોંચી હતી. અમરિકાની ચૂંટણીની પળેપળની માહિતી જાણી શકશો. હાલ ભારતીય સમુદાયમાં ટ્રમ્પ પ્રત્યે ઝૂકાવ જોવા મળ્યો છે. ભારતીય મુળના અમેરીકન જોડે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી હતી. અમેરીકાની ચુંટણીમાં 7 રાજ્ય મહત્વના ભાગ ભજવશે. ભારતીય મૂળના અમેરીકનોની મતદાતાઓની સંખ્યા ઓછી પણ અમુક રાજ્યોમાં મોટી અસર કરી શકે છે. 5 તારીખે અમેરીકમાં ચુંટણી યોજાશે.
ભારતીય મૂળના અમેરીકનનો ઝુકાવ રીપબ્લીક પક્ષ તરફ, ડોનાલ્ડ ટ્રંપ તરફી વલણ જોવા મળી રહ્યું છે. ગેરકાયદેસર ઇમીગ્રેશન, વિદેશ નિતિ, એબોર્શન લો, ટેકસ પોલીસી જેવા મહત્વના મુદ્દા અમેરીકાની ચૂંટણીમાં મુખ્યત્વે છે. કમલા હેરીસને લઇને ભારતીય મુળના અમેરીકનોનું વલણ ઓછું જોવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું કાઉન ડાઉન ચાલી રહ્યું છે, રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચે એકબીજા પર આરોપોનો સિલસિલો ખતમ થયો નથી. રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે આગામી સપ્તાહે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં તેમના પ્રતિસ્પર્ધી કમલા હેરિસની આર્થિક નીતિઓ પર નિશાન સાધ્યું હતું. ટ્રમ્પે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ અને આ ચૂંટણીમાં તેમની સામે ઉભેલા કમલા હેરિસની નીતિઓને આપત્તિ ગણાવી છે. લોકોને વચન આપતા ટ્રમ્પે કહ્યું કે જો તેઓ ચૂંટણી જીતશે તો નવા આર્થિક ચમત્કાર કરશે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને ટ્રમ્પે વચન આપ્યું હતું કે તેઓ તેમની સરકાર બનતાની સાથે જ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવશે. તેમણે કહ્યું કે જો હું રાષ્ટ્રપતિ હોત તો આ ક્યારેય શરૂ ન થાત. હું પશ્ચિમ એશિયામાં અરાજકતા અટકાવીશ. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે તેમણે કહ્યું કે જો હું રાષ્ટ્રપતિ હોત તો 7 ઓક્ટોબર જેવી સ્થિતિ ક્યારેય સર્જાઈ ન હોત. હું ત્રીજું વિશ્વ યુદ્ધ થતું અટકાવીશ, 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસના ઉગ્રવાદીઓએ ઇઝરાયલ પર હુમલો કર્યો, ત્યારબાદ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ શરૂ થયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે