અદભૂત, અકલ્પનીય...આ બાળકે 108 કિલો વજન 4 વર્ષમાં ઉતાર્યું, VIDEO જોઈને ચોંકશો
વજન વધારવું જેટલું સરળ હોય છે તેટલું જ વજન ઉતારવું મુશ્કેલ બનતું હોય છે. પરંતુ ઈન્ડોનેશિયામાં દુનિયાના સૌથી ભારે ભરખમ બાળકનો ટેગ મેળવનારા આર્યા પરમાનાએ પોતાની મહેનતથી બધાને ચોંકાવી દીધા છે. 193 કિલો વજન ધરાવતા આર્યાએ પોતાનું વજન આશ્ચર્યજનક રીતે 4 વર્ષમાં 108 કિલો ઓછું કરી દીધુ છે. હકીકતમાં હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો અને તસવીરોમાં આર્યાની 2016થી લઈને અત્યાર સુધીની જર્ની જણાવવામાં આવી છે. આ વીડિયો આર્યાના ટ્રેનર અદે રાયે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: વજન વધારવું જેટલું સરળ હોય છે તેટલું જ વજન ઉતારવું મુશ્કેલ બનતું હોય છે. પરંતુ ઈન્ડોનેશિયામાં દુનિયાના સૌથી ભારે ભરખમ બાળકનો ટેગ મેળવનારા આર્યા પરમાનાએ પોતાની મહેનતથી બધાને ચોંકાવી દીધા છે. 193 કિલો વજન ધરાવતા આર્યાએ પોતાનું વજન આશ્ચર્યજનક રીતે 4 વર્ષમાં 108 કિલો ઓછું કરી દીધુ છે. હકીકતમાં હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો અને તસવીરોમાં આર્યાની 2016થી લઈને અત્યાર સુધીની જર્ની જણાવવામાં આવી છે. આ વીડિયો આર્યાના ટ્રેનર અદે રાયે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ આર્યાના પિતાએ જણાવ્યું કે વજન ઓછું કરવા માટે આર્યાએ ખુબ મહેનત કરી છે. એક બાજુ તેણે પોતાના ડાયેટ પર ધ્યાન આપ્યું તો બીજી બાજુ નિયમિત રીતે વ્યાયામ પણ કર્યો આ ઉપરાંત તેની એક બેરિયાટ્રિક સર્જરી પણ થઈ ચૂકી છે. જો કે હજુ તેની બે વધુ સર્જરી કરવાની બાકી છે. આ સર્જરીઓમાં આર્યાના શરીરમાં વધારાની લટકતી ચરબી દૂર કરવામાં આવશે.
આર્યાના ટ્રેનર અદે રાયે જણાવ્યું કે શરૂઆતમાં થોડું ઓછું ટફ ટાસ્ક આપીને આર્યાનું વજન ઓછું કરવાની કોશિશ કરાઈ હતી. પરંતુ થોડા સમય બાદ તેને વેઈટ લિફ્ટિંગ જેવા ડિફિકલ્ટ ટાક્સ પણ આપવામાં આવવા લાગ્યાં. તેને તેણે ખુબ સારી રીતે પૂરા કર્યાં. આર્યાના પેરેન્ટ્સે જણાવ્યું કે બાળપણથી જ આર્યનું વજન આટલું બધુ નહતું. તે અન્ય નોર્મલ બાળકો જેવો હતો. પરંતુ 8 વર્ષની ઉંમર બાદ અચાનક તેનુ વજન વધવા માંડ્યું. જે અટકવાનું નામ જ નહતું લેતું. ત્યારબાદ આર્યા દુનિયાનો સૌથી ભારેભરખમ બાળક બની ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે