WHO Warns: દારૂ થોડો પીવામાં તો કોઈ વાંધો નથી...જો એવું સમજતા હોવ તો સાવધાન, WHO એ શું કહ્યું તે ખાસ જાણો
WHO Warns: WHO એ હાલમાં જ ધ લાન્સેટ પબ્લિક હેલ્થમાં એક નિવેદન પ્રકાશિત કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે દારૂના વપરાશની વાત આવે ત્યારે એવી કોઈ જ સુરક્ષિત માત્રા નથી જે સ્વાસ્થ્યને પ્રભાવિત ન કરે. નોન કમ્યુનિકેબલ ડિસિસ મેનેજમેન્ટ અને રિજિયોનલ એડવાઈઝર ડો. કેરિના ફેરેરા-બોર્ગેસ કહે છે કે અમે દારૂના ઉપયોગના તથાકથિત સુરક્ષિત લેવલ અંગે કોઈ પણ દાવો કરી શકતા નથી.
Trending Photos
WHO Warning: દારૂના સેવન અંગે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક સ્ટડી થઈ ચૂક્યા છે. જેમાં અલગ અલગ દાવા પણ કરવામાં આવ્યા છે. પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠને દારૂ અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. WHO એ દાવો કર્યો છે કે દારૂનું પહેલું ટીપુ પીવાથી કેન્સરનું જોખમ શરૂ થઈ જાય છે. આ સાથે જ દારૂ પીવાના એવા કોઈ માપદંડ નથી કે કહી શકાય કે કેટલા પ્રમાણમાં દારૂ પીવો તો તે હાનિકારક નથી.
WHO એ હાલમાં જ ધ લાન્સેટ પબ્લિક હેલ્થમાં એક નિવેદન પ્રકાશિત કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે દારૂના વપરાશની વાત આવે ત્યારે એવી કોઈ જ સુરક્ષિત માત્રા નથી જે સ્વાસ્થ્યને પ્રભાવિત ન કરે. નોન કમ્યુનિકેબલ ડિસિસ મેનેજમેન્ટ અને રિજિયોનલ એડવાઈઝર ડો. કેરિના ફેરેરા-બોર્ગેસ કહે છે કે અમે દારૂના ઉપયોગના તથાકથિત સુરક્ષિત લેવલ અંગે કોઈ પણ દાવો કરી શકતા નથી.
સ્ટડીમાં કહેવાયું છે કે આલ્કોહોલનું સેવન કરવાથી ઓછામાં ઓછા 7 પ્રકારના કેન્સરનું જોખમ ઘણું વધી જાય છે. જેમાં મોઢાનું કેન્સર, ગળાનું કેન્સર, લિવર કેન્સર, એસોફેગસ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, કોલન કેન્સર સામેલ છે. વાત જાણે એમ છે કે દારૂ કોઈ સામાન્ય પીણું નથી. તે શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. આલ્કોહોલ એક એવો ઝેરી પદાર્થ છે જે દાયકાઓ પહેલા ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર તરફથી સમૂહ 1 કાર્સિનોઝેન તરીકે વર્ગીકૃત કરાયો હતો. આ સૌથી વધુ જોખમભર્યો છે. તેમાં એસ્બેસ્ટસ અને તમાકું પણ સામેલ છે.
WHO એ પોતાના સ્ટડીમાં દાવો કર્યો છે કે ઈથેનોલ જૈવિક તંત્રના માધ્યમથી કેન્સરનું કારણ બને છે. અર્થ સ્પષ્ટ છે કે દારૂ ગમે તેટલો મોંઘો કેમ ન હોય કે પછી તે ભલે ઓછા પ્રમાણમાં પીવામાં આવે, કેન્સરનું જોખમ પેદા કરે છે. સ્ટડીમાં કહેવાયું છે કે વધુ દારૂનું સેવન કરવાથી કેન્સર થવાનું જોખમ ઘણું વધી જાય છે.
નવા આંકડા દર્શાવે છે કે યુરોપીયન ક્ષેત્રમાં કેન્સરના કારણો પાછળ ફક્ત આલ્કોહોલ જવાબદાર છે. આવામાં એવા લોકો પણ સામેલ છે જેમણે ઓછા પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કર્યું હતું. એટલું જ નહીં દારૂની શોખીન મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની સમસ્યા પણ જોવા મળી છે. તેના માટે ફક્ત આલ્કોહોલ જવાબદાર છે. આ સાથે જ યુરોપીયન યુનિયનમાં કરાયેલો એક સ્ટડી ખુલાસો કરે છે કે ત્યાં મોતનું મોટું કારણ કેન્સર છે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
યુરોપના WHO ના રિજિયોનલ ઓફિસમાં તૈનાત નોન કમ્યુનિકેબલ ડિસિસ મેનેજમેન્ટ અને રિજિયોનલ એડવાઈઝર ડો. કેરિના ફેરેરા-બોર્ગેસ કહે છે કે અમે દારૂના ઉપયોગના તથાકથિત સુરક્ષિત સ્તર અંગે કોઈ પણ દાવો કરી શકીએ નહીં. તમે કેટલો દારૂ પીવો છે તેનાથી કોઈ ફરક પડતો નથી. કારણ કે દારૂ પીનારાના સ્વાસ્થ્ય માટે જોખમ તો દારૂના પહેલા ટીપાથી જ શરૂ થઈ જતું હોય છે. તેમણે કહ્યું કે અમે ફક્ત એક દાવો કરી શકીએ કે તમે જેટલો વધુ દારૂ પીવો તેટલું તમારા સ્વાસ્થ્ય માટે તે વધુ હાનિકારક હોય છે.
WHO ના રિજિયોનલ ડાઈરેક્ટર ડો. જુરગેન રેહમ કહે છે કે વિશ્વ સ્તર પર દારૂના સૌથી વધુ વપરાશના આંકડા પર નજર ફેરવીએ તો યુરોપીયન વિસ્તારોમાં લોકો વધુ દારૂ પીવે છે. આ ક્ષેત્રમાં 200 મિલિયનથી વધુ લોકોને દારૂના કારણે કેન્સરનું જોખમ છે. એવો કોઈ અભ્યાસ નથી જે દાવો કરે કે દારૂના ઓછા સેવનથી કેન્સરનું જોખમ ઓછું રહે છે. તેમણે કહ્યું કે વંચિત અને નબળી વસ્તીમાં દારૂ પીવાથી વધુ મોત થાય છે. આ સાથે જ આ લોકોનો હોસ્પિટલમાં દાખલ થવાનો દર પણ વધુ હોય છે.
ડો. ફરેરા-બોર્ગેસે કહ્યું કે જ્યારે આપણે દારૂના સેવનના સંભવિત તથાકથિત સુરક્ષિત સ્તર વિશે વાત કરીએ તો આપણે આપણા ક્ષેત્ર અને દુનિયામાં દારૂના નુકસાનની મોટી તસવીરને અવગણીએ છીએ. જો કે એ પૂરેપૂરી રીતે સાબિત થઈ ચૂક્યું છે કે દારૂ કેન્સરનું કારણ બની શકે છે. જો કે હજુ સુધી આ ફેક્ટ મોટાભાગના દેશોના લોકોને ખબર નથી. તેમણે કહ્યું કે આપણે તમાકુથી બનેલા ઉત્પાદનો બાદ દારૂની બોટલ ઉપર પણ કેન્સર સંબંધિત મેસેજ આપવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે