અમેરિકા જવા ઈચ્છતા ગુજરાતીઓ વિશે ખુશખબરી, જાણો અમેરિકાએ શું લીધો મોટો નિર્ણય?

US Visa: જે ભારતીયો અમેરિકા જવા માંગતા હોય તેના માટે મોટી ખુશખબરી છે. અમેરિકાએ જાહેરાત કરી છે કે આ વર્ષે 10 લાખથી વધુ ભારતીયોને વિઝા ઈશ્યુ કરશે. 

અમેરિકા જવા ઈચ્છતા ગુજરાતીઓ વિશે ખુશખબરી, જાણો અમેરિકાએ શું લીધો મોટો નિર્ણય?

US Visa News: અમેરિકામાં ભણવાની ઈચ્છા ધરાવતા ભારતીયો માટે ખુશખબર છે. અમેરિકાએ કહ્યું છે કે તે આ વર્ષે 10 લાખથી વધુ ભારતીયોને વિઝા ઈશ્યુ કરશે. આ નિવેદન બાઈડન પ્રશાસન માટે કામ કરતા વરિષ્ઠ અધિકારી ડોનાલ્ડ લૂએ આપ્યું છે. ડોનાલ્ડ લૂ અમેરિકા તરફથી દક્ષિણ એશિયા માટે કામ કરે છે. તેમણે કહ્યું કે અમેરિકા વિઝા ઈશ્યું કરવાની દિશામાં કામ કરે છે. 

બાઈડન પ્રશાસન તરફથી કહેવાયું છે કે અમે તમામ ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝાની પ્રક્રિયાને આ વર્ષે ઉનાળા સુધીમાં પૂરી કરી લઈશું. જેથી કરીને સપ્ટેમ્બરમાં તેઓ કોલેજ જોઈન કરી શકે. દક્ષિણ અને મધ્ય એશિયાઈ મામલોના સહાયક વિદેશમંત્રી ડોનાલ્ડ લૂનું એ પણ કહેવું છે કે અમે શ્રમિકો મટે વિઝાને પણ પ્રાથમિકતા આપીશું. કારણ કે આ અમેરિકા અને ભારતીય અર્થવ્યવસ્થા બંને માટે જરૂરી છે. 

H-1B અને L વિઝાની માંગણી
ભારતમાં આઈટીનો અભ્યાસ કરતા લોકો H-1B અને L વિઝાની માંગણી કરે છે. ભારત અને ચીન જેવા દેશોથી દર વર્ષે હજારો કર્મચારીઓને ભરતી કરવા માટે અમેરિકી ટેક કંપનીઓ H-1B અને L વિઝા પર નિર્ભર રહે છે. અમેરિકામાં અભ્યાસ કરતા ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓના મામલે ભારતનું નામ બીજા નંબરે છે. 

અમેરિકાએ વિઝા માટે વેઈટિંગ ટાઈમ પણ પહેલા કરતા ઓછો કરી દીધો છે. જો કે પહેલીવાર વિઝા માટે અરજી કરનારા લોકોને હજુ પણ વર્ષ રાહ જોવી પડી શકે છે. ખાસ કરીને બિઝનેસ અને પર્યટન માટે જનારા લોકોનો વેઈટિંગ પીરિયડ ખુબ લાંબો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news