Turkey Earthquake: તુર્કી-સીરિયામાં ભૂકંપે મચાવી ભીષણ તબાહી, 24 હજારથી વધુ લોકોના મોત, શું હવે ભારતનો વારો? ભવિષ્યવાણીથી હડકંપ
Turkey Syria Earthquake: હાડકા થીજવી દે તેવી ઠંડી વચ્ચે તુર્કી અને સીરિયામાં ભૂકંપ પ્રભાવિતો માટે રેસ્ક્યૂ વર્ક ચાલુ છે. પરંતુ જેમ જેમ ઈમારતોનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે તેમ તેમ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ન્યૂઝ એજન્સી ANI ના જણાવ્યાં મુજબ એક દિવસ પહેલા મૃત્યુઆંક 22 હજારને પાર હતો પણ હવે તે વધીને 24 હજારને પાર કરી ગયો છે. કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે ભૂકંપના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા આના કરતા ઘણી વધુ હોઈ શકે છે.
Trending Photos
Turkey Earthquake: હાડકા થીજવી દે તેવી ઠંડી વચ્ચે તુર્કી અને સીરિયામાં ભૂકંપ પ્રભાવિતો માટે રેસ્ક્યૂ વર્ક ચાલુ છે. પરંતુ જેમ જેમ ઈમારતોનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે તેમ તેમ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ન્યૂઝ એજન્સી ANI ના જણાવ્યાં મુજબ એક દિવસ પહેલા મૃત્યુઆંક 22 હજારને પાર હતો પણ હવે તે વધીને 24 હજારને પાર કરી ગયો છે. કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે ભૂકંપના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા આના કરતા ઘણી વધુ હોઈ શકે છે. હાલ હજારો લોકો ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં હોસ્પિટલોમાં દાખલ છે. હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. અત્રે જણાવવાનું કે તુર્કીમાં 6 ફેબ્રુઆરીના રોજ મળસ્કે ભયાનક ભૂકંપ આવ્યો અને બધુ તબાહ કરી ગયો.
ભૂકંપનો માર ઝેલી રહેલા તુર્કી અને સીરિયાની મદદ માટે ભારત સહિત અનેક દેશો આગળ આવ્યા છે. ભારતે મેડિકલ ટીમની સાથે સાથે NDRF ની ટીમો પણ તુર્કી મોકલી છે. વર્લ્ડ બેંકે તુર્કીને 1.78 બિલિયન ડોલર આપવાનું વચન આપ્યું છે. જ્યારે અમેરિકાએ તુર્કી અને સીરિયાની મદદ માટે 85 મિલિયન ડોલરની મદદની જાહેરાત કરી છે.
ભારતનું ઓપરેશન દોસ્ત
આ કપરા સમયમાં તુર્કીની મદદ માટે આગળ આવેલા ભારતે ઓપરેશન દોસ્તના નામથી એક મિશન લોન્ચ કર્યું છે. જેનો હેતુ ભૂકંપનો માર ઝેલી રહેલા તુર્કીને મદદ પહોંચાડવાનું છે. ભારતે NDRF ની 3 ટીમો રેસ્ક્યૂ ઓપરેશનમાં સામેલ થવા તુર્કી મોકલી છે. આ સાથે જ ભારતીય સેનાની એક મેડિકલ ટીમ પણ હાલ તુર્કીમાં છે. ભારતીય સેનાએ હતાએ શહેરમાં ફીલ્ડ હોસ્પિટલ બનાવી છે. જ્યાં સતત ઘાયલો સારવાર હેઠળ છે.
તુર્કીમાં 1-2 નહીં 5 ઝટકા
તુર્કીમાં ભૂકંપનો પહેલો ઝટકો 6 ફેબ્રુઆરી 4.17 વાગે આવ્યો જેની તીવ્રતા 7.8 ની હતી. હજુ તો લોકો કઈ સમજે તે પહેલા તો બીજો ઝટકો આવ્યો જેની તીવ્રતા પણ લગભગ એટલી જ હતી. ત્યારબાદ ફરીથી 6.4ની તીવ્રતાનો ઝટકો આવ્યો. ભૂકંપના ઝટકા પર ઝટકા આવતા ગયા અને તુર્કીને વધુ તબાહ કરતા ગયા. ભૂકંપના આ આંચકાઓએ માલાટયા, સનલીઉર્ફા, ઓસ્માનિએ, દિયારબાકિર સહિત 11 પ્રાંતોમાં ખુબ તબાહી મચાવી.
કરાઈ હતી ભવિષ્યવાણી!
તુર્કીના આ ભયાનક ભૂકંપની ભવિષ્યવાણી ડચ રિસર્ચર ફ્રેંક હોગરબીટ્સે પહેલેથી કરી નાખી હતી એવું કહેવાઈ રહ્યું છે. જે હવે સાચું પડ્યું. તેમણે એક વધુ ભવિષ્યવાણી કરી છે જે ભારત અને પાકિસ્તાન માટે ચિંતાજનક છે. તેમણે કહ્યું કે હવે આફતની આગલી હરોળમાં એશિયાઈ દેશ છે. અત્રે જણાવવાનું કે ફ્રેંકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એક ભૂકંપની એક મોટી ભવિષ્યવાણી કરતા જોવા મળી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ ફ્રેંક હોગરબીટ્સે કહ્યું કે તુર્કી જેવા ભૂકંપ કે કુદરતી આફતોનો સામનો કરવાનો વારો હવે એશિયન દેશોનો છે. ફ્રેંકે દાવો કર્યો કે આગામી ભૂકંપ અફઘાનિસ્તાનથી શરૂ થશે અને પાકિસ્તાન તથા ભારતમાં થઈને હિંદ મહાસાગરમાં ખતમ થશે. અત્રે જણાવવાનું કે મોહમ્મદ ઈબ્રાહિમ નામના એક ટ્વિટર યૂઝરે આ જાણકારી આપી કે ડચ રિસર્ચર ફ્રેંક હોગરબીટ્સે 3 દિવસ પહેલા તુર્કી અને સીરિયામાં ભૂકંપની ભવિષ્યવાણી કરી હતી અને તેમણે એકવાર ફરીથી ભવિષ્યવાણી કરી છે.
Let me be clear: the purple bands do NOT indicate a potential rupture zone (sic). They mark regions at the time of atmospheric fluctuations relative to the Sun and a larger tremor may occur in or near that band. I explained this multiple times in videos. No room for wild ideas. https://t.co/3kTM6x9p9M
— Frank Hoogerbeets (@hogrbe) February 8, 2023
એશિયન દેશો ભૂંકપનો શિકાર
મીડિયા રિપોર્ટ મુજબ ફ્રેંકે કહ્યું કે જો આપણે વાયુમંડળીય ઉતાર ચઢાવને જોઈશું તો ખબર પડશે કે એશિયન દેશ ભૂકંપનો ભોગ બનશે. જો કે તેમણે એમ પણ કહ્યું કે ભૂકંપ હંમેશા પોતાની જાહેરાત કરીને આવતો નથી. આથી આ અનુમાન અસ્થાયી છે. તેમણે કહ્યું કે આપણે હંમેશા તમામ ભૂકંપોની માહિતી અગાઉથી મેળવી શકીએ નહીં. અત્રે જણાવવાનું કે ફ્રેંક હોગરબીટ્સ સોલર સિસ્ટમ જ્યોમેટ્રી સર્વે નામની સંસ્થામાં રિસર્ચર છે.
1999માં આવ્યો હતો વિનાશકારી ભૂકંપ
તુર્કીમાં છાશવારે ભૂકંપ આવતા રહે છે. વર્ષ 1999માં આવેલા ભૂકંપમાં લગભગ 18 હજાર લોકો માર્યા ગયા હતા અને 45000થી વધુ લોકો ઘાયલ થયા હતા. ગોલકુક અને ડ્યૂઝ પ્રાંતોમાં 7.4 અને 7ની તીવ્રતાવાળા બે ભૂકંપ આવ્યા હતા. જ્યારે 2011માં ફરીથી પૂર્વી શહેર વૈનમાં 7.1ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. જેમાં 500થી વધુ લોકો માર્યા ગયા હતા. એકવાર ફરીથી હવે ભૂકંપે તુર્કીને હચમચાવી દીધુ અને 22 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે.
ભૂકંપ પર ભવિષ્યવાણી
રિપોર્ટ મુજબ 3 તુર્કીમાં આવેલા ભૂકંપના ત્રણ દિવસ પહેલા નેધરલેન્ડ સ્થિત સોલર સિસ્ટમ જ્યોમેટ્રી સર્વે માટે કામ કરતા ડચ રિસર્ચર ફ્રેંક હોગરબીટ્સે આ અંગે ભવિષ્યવાણી કરી હતી. ડચ વિશેષજ્ઞે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે જલદી કે બાદમાં આ વિસ્તાર (દક્ષિણ-મધ્ય તુર્કી, જોર્ડન, સીરિયા, લેબનોન)માં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે