લાહોરમાંથી આતંકી હાફિઝ સઈદની ધરપકડ, ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો

વૈશ્વિક આંતકી હાફિઝ સઇદની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી છે. પંજાબની કાઉન્ટર ટેરેરિઝ્મ ડિપાર્ટમેન્ટના હાફિઝ સઈદને લાહોરમાંથી ઝડપી પડવામાં આવ્યો છે. તે લાહોરથી ગુજરાંવાલા જઇ રહ્યો હતો.

લાહોરમાંથી આતંકી હાફિઝ સઈદની ધરપકડ, ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો

નવી દિલ્હી: મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદની ધરપકડ કરવામાં આવી છે. ટેરર ફન્ડિંગ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. લાહોરથી ગુજરાંવાલ જતા સમયે તેની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનમાં પંજાબના કાઉન્ટર ટેરેરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD)એ તેની ધરપકડ કરી છે. તેને ન્યાયિક કસ્ટડિમાં ધકેલવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનાક્રમ પર ભારત સરકારની પણ નજર છે. હાફિઝની એવા સમયે ધરપકડ કરવામાં આવી છે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અમેરિકાના પ્રવાસે જવાના છે. ઉલ્લેખનીય છે કે, જમાત-ઉદ-દાવા આતંકી સંગઠનના ગેંગસ્ટર હાફિઝ સઈદ 2008માં મુંબઇમાં થયેલા (26/11) આતંકી હુમલાનો મુખ્ય ષડયંત્ર કરતા માનવામાં આવે છે.

જો કે, પાછલા થોડા દિવસોમાં હાફિઝ સઈદ તેમજ કેટલાક અન્ય આતંકીઓને તેમની સામે નોંધાયેલ આતંકવાદ ફાઇનાન્સિંગ કેસને લાહોરની ઉચ્ચ ન્યાયાલયમાં પડકાર આપ્યો છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, સઈદની સાથે જે અન્ય આતંકવાદીઓએ તેમની સામે નોંધાયેલા આતંકવાદ મામલે પડકાર આપ્યો છે. તેમાં કુખ્યાત અબ્દુર રહમાન મક્કી, આમિર હમઝા, એમ. યહયા અઝીઝ અને ચાર અન્ય સામેલ છે. આ તમામને પાકિસ્તાનની કેન્દ્ર સરકાર, પંજાબ જિલ્લાની સરકાર અને દેશને કાઉન્ટર ટેરેરિઝમ ડિપાર્ટમેન્ટ (સીટીડી)ના પ્રતિવાદી બનાવ્યા છે.

આ મહિનાની શરૂઆતમાં પંજાબના સીટીડીએ આતંકી ફન્ડિંગ મામલે સઈદ અને તેના 12 અન્ય સહયોગિયોની સામે 23 કેસ નોંધ્યા હતા. તેમના પર આરોપ લગાવ્યો છે કે, પાંચ ટ્રસ્ટના માધ્યમથી તેઓ આતંકવાદી ગતિવિધીઓ માટે નાણાં પૂરા પાડી રહ્યાં છે. સીટીડીએ કહ્યું હતું કે, તેમણે કાઉન્ટર ટેરેરિઝમ કાયદા અંતર્ગત પ્રતિનિધિત સંગઠન જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયતની સામે લાહોર, ગુજરાંવાલા અને મુલતાનમાં કેસ નોંધ્યા છે.

પાકિસ્તાનનું આ પગલું આતંકવાદની સામે નિર્ણયાક કાર્યવાહી માટે તેમના પર પડેલા આંતરરાષ્ટ્રી દબાણ બાદ ઉઠાવ્યું છે. આતંકી ફન્ડિંગ પર નજર રાખનારી સંસ્થા ફાઇનાશિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ મની લોન્ડરિંગ અને આતંકવાદી ધિરાણ મામલે પાકિસ્તાનને ગ્રે યાદીમાં મુક્યુ હતું અને તેને સુધારવા માટે ઓક્ટોબર સુધીની ડેડલાઇન આપી હતી.

 

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news