Talk of The Town Tweet: એક TWEET ની થઈ હરાજી, 14.5 કરોડની લાગી બોલી! જાણો કોની ટ્વીટ વેચાઈ રહી છે કરોડોમાં
ટ્વીટરના સંસ્થાપક જૈક ડોર્સીને 21 માર્ચ 2006માં કરેલા પોતાના પહેલાં ટ્વીટ માટે એક વ્યક્તિએ 14.5 કરોડની બોલી લગાવી છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ટ્વીટરના સંસ્થાપક જૈક ડોર્સીને 21 માર્ચ 2006માં કરેલા પોતાના પહેલાં ટ્વીટ માટે એક વ્યક્તિએ 14.5 કરોડની બોલી લગાવી છે. ટ્વીટરના સંસ્થાપક જૈક ડોર્સી પોતાનો પહેલો ટ્વીટની હરાજી કરવા જઈ રહ્યા છે. લગભગ 15 વર્ષ પહેલાં કરેલા ટ્વીટને ડિજીટલ એરામાં બહુમૂલ્ય માનવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે આત્યાર સુધી આ ટ્વીટ માટે 20 લાખ ડોલર એટલે કે 14.5 કરોડ રૂપિયાની બોલી પણ લાગી ચુકી છે.
ડોર્સીએ 21 માર્ચ 2006મા ટ્વીટરના ઉદ્ધાટનની સાથે પહેલું ટ્વીટ કર્યું હતું. અને જેમાં ડોર્સીએ લખ્યું હતું. 'JUST SETTING UP MY TWITTER' એટલે કે હું પોતાનું ટ્વીટર શરૂ કરી રહ્યો છું. થોડા દિવસો પહેલાં જ ડોર્સીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર હરાજી કરી રહેલી માર્કેટપ્લેસ સંસ્થા VALUEABLES @CENTની લિંક પોસ્ટ કરી હતી.
આ વ્યક્તિએ લગાવી 20 લાખ ડોલરની બોલી
જૈક ડોર્સીના આ ટ્વીટ માટે જસ્ટીન સન નામના શખ્સે 2 લાખ ડોલરની બોલી લગાવી હતી. જસ્ટીન સન ડિજીટલ કંપની TRONના સંસ્થાપક છે, જે બ્લોકચેન પ્લેટફોર્મ છે અને ક્રિપ્ટોકરેંસીની એક ટેકનીક છે.
Shivratri Special: 2021: ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગના કરો દર્શન, જાણો દરેક જર્યોતિર્લિંગની છે જુદી-જુદી દંતકથા
હરાજી કરનાર સંસ્થા શું કહે છે?
ટ્વીટની હરાજી કરનારી સંસ્થા VALUEABLES કહે છે કે, એક ટ્વીટને ખરીદવું તેનું ડિજીટલ સર્ટિફિકેટ ખરીદવા જેવું જ છે, આ પોતાનામાં જ એક અનોખું છે. સાથે જ ડોર્સીનું આ ટ્વીટ ત્યાર સુધી જ સાર્વજનિક છે, જ્યાં સુધી તે ઓનલાઈન છે.
કેમ મહત્વું ગણવામાં આવી રહ્યું છે ટ્વીટ વહેંચવું અને ખરીદવું?
VALUEABLES વેબસાઈટના અનુસાર, કોઈ પણ ડિજીટલ કન્ટેન્ટ એક ઈન્વેસ્ટમેન્ટ હોઈ શકે છે. આની ભાવનાત્મક કિંમત હોઈ શકે છે તેમજ રચનાકાર અને ક્લેકટર વચ્ચેનું સંબંધ પણ દર્શાવી શકે છે. જેવી રીતે કોઈ મોટી વ્યક્તિનો ઓટોગ્રાફ, તેવી જ રીતે NFT કોઈ પણ કન્ટેન્ટ કે સામગ્રી પર રચનાકારના ઓટોગ્રાફ જેવું જ છે. જેના કારણે આ કિંમતી અને મહત્વનું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે