Twitter Blue: ભારતમાં ટ્વિટર બ્લૂ માટે ચૂકવવા પડી શકે છે 719 રૂપિયા, વેરિફિકેશન વિના મળશે બેજ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતમાં કેટલાક યૂઝર્સને ટ્વિટર બ્લૂને સબ્સક્રાઇબ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. આગામી થોડા દિવસોમાં આ સેવા ભારતમાં પુરી રીતે ઉપલબ્ધ થઇ શકે છે. સમાચાર છે કે અમેરિકા, બ્રિટન સહિત અન્ય દેશોમાં આ સર્વિસ માટે 7.99 ડોલર વસૂલવામાં આવી રહ્યા છે.
Trending Photos
ભારતમાં ટ્વિટર બ્લૂની શરૂઆત થઇ જવા જઇ રહી છે. સમાચાર છે કે પ્લેટફોર્મ ભારતીય યૂઝર્સ પાસેથી તેના માટે દર મહિને 719 રૂપિયા વસૂલી શકે છે. જોકે સત્તાવાર કિંમતની જાહેરાત થઇ નથી. પરંતુ કેટલાક યૂઝર્સ પાસે સબ્સક્રિપ્શન માટે મેસેજ આવવા લાગ્યા છે. કંપનીએ બુધવારે અમેરિકા, બ્રિટન અને કેટલાક અન્ય દેશોમાં ટ્વિટર બ્લૂની શરૂઆત કરી દીધી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતમાં કેટલાક યૂઝર્સને ટ્વિટર બ્લૂને સબ્સક્રાઇબ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. આગામી થોડા દિવસોમાં આ સેવા ભારતમાં પુરી રીતે ઉપલબ્ધ થઇ શકે છે. સમાચાર છે કે અમેરિકા, બ્રિટન સહિત અન્ય દેશોમાં આ સર્વિસ માટે 7.99 ડોલર વસૂલવામાં આવી રહ્યા છે. ભારતમાં આ સુવિધા સૌથી પહેલાં આઇફોન યૂઝર્સને મળશે.
શું છે ટ્વિટર બ્લૂ?
ટ્વિટર બ્લૂના અંતગર્ત યૂઝર્સને કોઇપણ જાતના વેરિફિકેશનની પ્રક્રિયામાંથી પસાર થયા વિના બેજ મળી જાય છે. કંપનીના માલિક એલન મસ્કે પણ તાજેતરમાં કહ્યું હતું કે ટ્વિટર બ્લૂ યૂઝર્સને પ્લેટફોર્મ પર પ્રાથમિકતા મળશે. ખાસ વાત છે કે આ સર્વિસને લઇને મામલો વિવાદાસ્પદ જ રહ્યો છે. ઘણા લોકોનું માનવું છે કે ટ્વિટર તમામ યૂઝર્સને વેરિફિકેશન બેજ આપવામાં આવી રહ્યો છે, જે સુવિધાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે.
ટ્વિટર બ્લૂને લઇને મસ્કે પહેલાં કહ્યું હતું કે અમેરિકાની બહાર સેવા શુલ્ક દેશની ખરીદીની ક્ષમતાના આધારે નક્કી થશે. તેની સાથે જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભારતમાં તેની કિંમત 7.99 ડોલરથી ઓછી રહી શકે છે. જોકે કેટલાક ભારતીય યૂઝર્સને મળી રહેલા પ્રોમ્પ્ટનું માની તો મામલો વિપરિત જોવા મળે છે અને યૂઝર્સને 719 રૂપિયા દર મહિને ચૂકવવા પડી શકે છે.
'કૂ' નું પ્લાનિંગ
ભાષાના અનુસાર ભારતમાં સોશિયલ મીડિયા મંચ 'કૂ'વેરિફિકેશન બેજ માટે કોઇ ચાર્જ લાગશે નહી. કંપનીના સહ સંસ્થાપક અને સીઇઓ અપ્રમેય રાધાકૃષ્ણએ આ વાત કહી. તેમણે સાથે જ ટ્વિટરને પહેલાં બોટ્સ બનાવવા અને હવે વેરિફિકેશન માટે ઉપયોગકર્તાઓ પાસેથી ચાર્જ લેવા પર આડે હાથ લીધા. અત્રે ઉલ્લેખનીય છે કે કૂ ભારતમાં ટ્વિટરની પ્રમુખ પ્રતિસ્પર્ધી છે.
આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે