ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિની કબૂલાત, કહ્યું- નોકરાણીની કરી હતી જાતીય સતામણી
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે ફરી એકવાર વિવાદોમાં છે. આ વખતે તેમણે એવું આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે કે, જેનાથી ફિલિપાઇન્સના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે ફરી એકવાર વિવાદોમાં છે. આ વખતે તેમણે એવું આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે કે, જેનાથી ફિલિપાઇન્સના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. તેમણે કબૂલાતમાં જણાવું કે તેઓએ એક મહિલા નોકરાણીની જાતીય સતામણી કહી હતી. એક ભાષણ દરમિયાન દુતેર્તેએ સ્વીકાર કર્યો કે જ્યારે તેઓ યુવાન હતા, ત્યારે તેમણે તેમના ઘર પર કામ કરતી એક નોકરાણીની જાતીય સતામણી કરી હતી.
આમ તો ઘણીવખત રોડ્રિગો દુતેર્તે તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યાં છે. પરંતુ આ વખતે તેમણે કરેલા ખુલાસાએ તેમની મુશ્કેલિઓ વધારી દીધી છે. કેટલાક સંગઠન હવે તેમના રાજીનામાની માંગ કરી રહ્યાં છે. એક ભાષણ દરમિયાન દુતેર્તેએ જણાવ્યું કે એક દિવસ જ્યારે તેમના ઘરમાં તેમની નોકરાણી સુઇ ગઇ હતી, તે સમયે તેઓ તેની પાસે પહોંચ્યા અને તેના પ્રાઇવેટ ભાગને સ્પર્શ કરવા લાગ્યા હતા.
મહિલાઓના એક સમૂહએ દુતેર્તેના રાજીનામાની માગ કરી છે. દુતેર્તે પહેલા પણ ઘણી વિવાદીત વાતો બોલી ચુક્યા છે, પરંતુ તેમની લોકપ્રિયતા ફિલિપાઇન્સમાં સતત વધી રહી છે. પરંતુ આ વખતે તેમના આ ખુલાસાએ તેમના ટીકાકારોને મોટી તક આપી છે.
તેમના ભાષણમાં તેમણે કહ્યું કે, એક દિવસ જ્યારે તેમની નોકરાણી સુઇ ગઇ હતી, ત્યારે તેઓ તેની પાસે પહોંચ્યા હતા. તેમણે તેના ધાબળાને દૂર કર્યો હતો. ત્યાર બાદ તેના અંડરવેરમાં હાથ નાખી તેના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવા લાગ્યા હતા. ત્યાર પછી તે જાગી ગઇ અને રૂમની બહાર જતી રહી હતી. તેમણે આ વાતનું કન્ફેશન એક પાદરીની સામે કર્યું હતું. જોકે ત્યાર પછી પણ તેમણે ઘણી વખત તે નોકરાણી સાથે આ વર્તન કર્યું હતું.
ફિલિપાઇન્સ અને મિડલ ઇસ્ટ સહિત એશિયાના બિજા દેશોમાં ઘણા ઘરોમાં મહિલાઓએ ડોમેસ્ટિક હેલ્પરના રૂપમાં કામ કરે છે. જો કે, રાષ્ટ્રપતિના પ્રવક્તાએ પોતે જ ખુલાસાને સહેજ લેતા કહ્યું કે, તેમણે આ ભાષણમાં મીઠું મરચું ઉમેરી આ બાબતને જણાવી છે. ફિલિપાઇન્સના મહિલાઓના દળે આ નિવેદન પર મજબૂત વાંધો ઉઠાવ્યો છે. સરકારી આકડાના અનુસાર, ફિલિપાઇન્સના લગભગ 10 લાખ લોકો સમગ્ર દુનિયામાં ડોમેસ્ટિક વર્કરના રૂપમાં કામ કરે છે.
Duterte's misogynist kiss only reflects how he views women as objects. pic.twitter.com/SEqYUgkIWQ
— teleSUR English (@telesurenglish) June 6, 2018
આ વર્ષની શરૂઆતમાં દુતેર્તે ત્યારે ટીકાઓમાં ઘેરાયા હતા, જ્યારે એક લાઇવ પ્રોગ્રામ દરમિયાન તેમણે એક મહિલાના હોઠ પર કિસ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે