ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી

IMD Weather Forecast: દિલ્હી ઉપરાંત હરિયાણા, પંજાબ, યુપી, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં હજુ પણ હવામાન ઠંડુ છે. ચિલ્લાઇ કલાનનો યુગ સમાપ્ત થવાનો છે. દરમિયાન, હવામાન વિભાગે આ ચેતવણી જાહેર કરી છે.

ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં બરફવર્ષાના કારણે કડકડતી ઠંડી પડી રહી છે... દિવસે તડકો નીકળતો હોવા છતાં લોકોને ગરમ કપડાં પહેરી રાખવા પડે છે.... તેની વચ્ચે હવામાન વિભાગની આગાહીએ લોકોને ફરી ડરાવ્યા છે... કેમ કે 26મી જાન્યુઆરી પછી ઠંડીમાં થોડીક રાહત મળવાની સંભાવના છે... ત્યારે હાલ પહાડો પર કેવો છે મોસમનો મિજાજ?... જોઈશું આ અહેવાલમાં...

પહાડી રાજ્યોમાં ડિસેમ્બર મહિનાથી શરૂ થયેલો વ્હાઈટ અટેક બંધ થવાનું નામ લઈ રહ્યો નથી... જેના કારણે જ્યાં જુઓ ત્યાં સફેદ બરફની ચાદર જોવા મળી રહી છે... પહાડી રાજ્યો માટે બરફ વરદાનરૂપ છે. પરંતુ તેના કારણે લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.

સૌથી પહેલાં વાત કરીશું પૃથ્વી પરના સ્વર્ગ એવા જમ્મુ કાશ્મીરની...  અહીંયા રામબન હોય કે શ્રીનગર... કે પછી પૂંછ... દરેક જગ્યાએ બરફ જ બરફ જોવા મળી રહ્યો છે... જેણે માનવજીવન પર સૌથી મોટી અસર કરી છે.  પૂંછમાં તો અનરાધાર બરફવર્ષાના કારણે રસ્તો બંધ થઈ જતાં સ્થાનિક પ્રશાસને તેને દૂર કરવાની કામગીરી શરૂ કરી.

 જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં તાજી બરફવર્ષા પછી ભલેસા વિસ્તાર વંડરલેન્ડમાં ફેરવાઈ ગયો છે.. દ્રશ્યો જોઈને એવું લાગે છે કે જાણે કુદરતે સફેદ રૂ જમીન પર પાથરી દીધું હોય. એડવેન્ચરના રસિયાઓ આ દ્રશ્યો જોઈને આનંદિત થઈ ઉઠ્યા છે.

શ્રીનગરમાં બરફવર્ષાએ વિરામ લેતાં દાલ લેકમાં ફરી એકવાર શિકારા બોટ ચાલવા લાગી છે... જેના કારણે પ્રવાસીઓ ખુશ-ખુશ થઈ ગયા છે... દાલ લેકની સાથે સાથે કાશ્મીરની મુલાકાતે આવેલાં લોકો તેને જન્નત ગણાવી રહ્યા છે.

પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં મોસમનો મિજાજ બદલાઈ રહ્યો છે. ગંગોત્રી, યમુનોત્રી, હર્ષિલ, ખરસાલી, સાંકરી વગેરે જગ્યાએ વાદળો ઘેરાઈ ગયા છે... હવામાન વિભાગે અહીંયા 21-22  જાન્યુઆરી સુધી બરફવર્ષા અને વરસાદની આગાહી કરી છે.

પહાડો પરની હિમવર્ષા મેદાની વિસ્તારના લોકોની મુશ્કેલી વધારી રહી છે... જોકે હજુ લોકોએ 26મી જાન્યુઆરી સુધી હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડશે... કેમ કે 26 જાન્યુઆરી પછી ઠંડી ધીમે-ધીમે ઓછી થશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news