Corona Vaccine: ફાઇઝરની કોવિડ-19 વેક્સિનને જલદી મળી શકે છે મંજૂરી, અંતિમ તબક્કામાં પ્રક્રિયા
હાલના સમયમાં દેશમાં ત્રણ કોરોના વેક્સિનને ઇમજરન્સી ઉપયોગ માટેની મંજૂરી મળી છે. આ વેક્સિન છે- કોવિશીલ્ડ, કોવૈક્સીન અને સ્પૂતનિક-V.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના મહામારી વિરુદ્ધ જંગમાં જલદી ભારતને વધુ એક હથિયાર મળવા જઈ રહ્યું છે. અમેરિકી દવા નિર્માતા કંપની ફાઇઝરના સીઈઓ અલ્બર્ટ બૌર્લાએ મંગળવારે કહ્યુ કે, ભારતમાં Pfizer કોવિડ-19 વેક્સિનની મંજૂરી મેળવવા માટે હવે અંતિમ તબક્કામાં છે. તેમણે કહ્યું કે, હું તે આશા કરુ છું કે ખુબ જલદી અમે સરકારની સાથે અંતિમ સમજુતી પર નિર્ણય કરી લેશું.
ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં ત્રણ કોરોના વેક્સિનને ઇમજરન્સી ઉપયોગ માટેની મંજૂરી મળી છે. આ વેક્સિન છે- કોવિશીલ્ડ, કોવૈક્સીન અને સ્પૂતનિક-V. તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સ્પષ્ટ કર્યુ કે, ભારતમાં જે બે વેક્સિન કોવિશીલ્ડ અને કોવૈક્સીનનો વેક્સિનેશન કાર્યક્રમમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તે બંને ડેલ્ટા વેરિએન્ટમાં પ્રભાવી છે. પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, તે કેટલી હદ સુધી અને કેટલી માત્રામાં એન્ટીબોડી ટાઇટર્સનું ઉત્પાદન કરે છે, તેની જાણકારી જલદી આપવામાં આવશે.
Pfizer now in final stages to get approval for #COVID19 vaccine in India. I hope very soon we will finalize an agreement with the govt: Pfizer CEO Albert Bourla pic.twitter.com/e0EQP1wKtz
— ANI (@ANI) June 22, 2021
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ ભારત સહિત વિશ્વના 80 દેશોમાં હાજર છે. આ વેરિએન્ટ ઓફ કન્સર્ન છે. ડેલ્ટા પ્લસ 9 દેશોમાં છે, તે છે યૂએસ, યૂકે, સ્વિત્ઝર્લેન્ડ, પોલેન્ડ, જાપાન, પોર્ટુગલ, રશિયા, ચાઇના, નેપાળ અને ભારત. ભારતમાં 22 કેસ ડેલ્ટા પ્લસના રત્નાગિરિ અને જલગાંવમાં 16 કેસ, કેરલ અને એમપીમાં બાકી છ કેસ મળ્યા છે. આ રાજ્યોમાં એડવાઇઝરી જારી કરવામાં આવી છે કે ક્યા પ્રકારે કાર્યવાહી કરવાની છે ડેલ્ટા પ્લસ માટે.
રાજેશ ભૂષણે આગળ કહ્યુ કે હાલ નંબર પ્રમાણમાં ખુબ ઓછા છે, પરંતુ અમે ઈચ્છતા નથી કે તે મોટુ સ્વરૂપ ધારણ કરે. પ્રોટોકોલનું પાલન થઈ રહ્યું છે. INSACOG ની 28 લેબે 45 હજાર સેમ્પલના જીનોમ સીક્વેન્સિંગ કર્યા છે. જેમાંથી 22 મામલા ડેલ્ટા પ્લસના સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે