વધુ એક મહામારીનો પ્રકોપ, મંકીપોક્સની દહેશતથી WHO ગભરાયું, ભારત પણ થયું સતર્ક

પાકિસ્તાનમાં પમ મંકી પોક્સના ત્રણ કેસ સામે આવ્યા છે. આફ્રિકી દેશોમાંથી શરૂ થયેલું સંક્રમણ વિશ્વમાં ફેલાઈ રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ તેને લઈ ઈમરજન્સી જાહેર કરી છે. 

વધુ એક મહામારીનો પ્રકોપ, મંકીપોક્સની દહેશતથી WHO ગભરાયું, ભારત પણ થયું સતર્ક

નવી દિલ્હીઃ આખી દુનિયા હજુ કોરોનાના કહેરમાંથી ધીમે-ધીમે બહાર આવી રહી હતી ત્યારે દુનિયામાં વધુ એક વાયરસે એન્ટ્રી કરી લીધી છે... આ મહામારીને મંકી પોક્સ કહે છે... જેની ઝપેટમાં દુનિયામાં અનેક દેશ આવી ચૂક્યા છે... WHOએ આ બીમારીની ગંભીરતાને જોતાં તેને હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે... ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ મંકીપોક્સથી સંક્રમિત વ્યક્તિ મળ્યો છે... જેના પછી ભારત પણ સંપૂર્ણ રીતે અલર્ટ થઈ ગયું છે... ત્યારે મંકીપોક્સ કઈ રીતે ફેલાય છે?... જોઈશું આ રિપોર્ટમાં... 

શું તમારા શરીર પર ઉઝરડાના નિશાન છે?
શું તમારી ચામડી પર લાલ ચકામા થઈ ગયા છે?
શું તમારા લિંફ નોડ્સમાં સોજો આવી ગયો છે?
શું તમારા સ્નાયુઓમાં દુખાવો થઈ રહ્યો છે?
શું તમને સતત માથામાં દુખાવો થાય છે?...

જો આમાંથી તમને કોઈપણ એક લક્ષણ જણાય તો ચેતી જજો... કેમકે આ તમામ લક્ષણો મંકીપોક્સ નામની બીમારીના  છે... અને તે ખૂબ ઝડપથી દુનિયામાં ફેલાઈ રહ્યો છે...
આ બીમારીએ એટલા માટે દુનિયાના લોકોની ચિંતા વધારી દીધી છે... કેમ કે જાન્યુઆરી 2023થી અત્યાર સુધી 27,000થી વધારે કેસ સામે આવી ગયા છે... જ્યારે 1100થી વધારે લોકો તેનો શિકાર બની ચૂક્યા છે... આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે... આફ્રિકાના કોંગોમાંથી નીકળેલો આ રોગ હાલમાં રવાન્ડા, યુગાન્ડા, બુરુન્ડી અને કેન્યા સુધી પહોંચી ગયો છે... 

મંકીપોક્સના કેસ અત્યાર સુધી આફ્રિકામાં જ સામે આવ્યા હતા.... પરંતુ હવે તેનો દર્દી ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાંથી મળી આવ્યો છે... જેના કારણે ભારતનું સ્વાસ્થ્ય મંત્રાલય પણ એક્શનમાં આવી ગયું... સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ મંત્રાલય, NCDC અને ICMRના આધિકારીઓ સાથે બેઠક કરી... જેમાં તેમણે મંકીપોક્સની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરી.... સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે બીમારી ના ફેલાય તે માટે તમામ પગલાં લેવામાં આવશે....

મંકીપોક્સ વાયરલ ઈન્ફેક્શન છે... જે પશુઓથી માણસોમાં ફેલાય છે... એટલે પશુપાલન સાથે સંકળાયેલા તમામ લોકોએ વધારે સાવધાની રાખવી પડશે.... 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મંકીપોક્સને ફરી એકવાર ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે.. જોકે આ કોઈ પહેલી બીમારી નથી... કઈ-કઈ બીમારીને હેલ્થ ઈમરજન્સી જાહેર કરાઈ છે તેના પર નજર કરવામાં આવે તો...

વર્ષ 2009
સ્વાઈન ફ્લૂ બીમારી...

વર્ષ 2014
પોલિયોની બીમારી...

વર્ષ 2014
ઈબોલાની બીમારી...

વર્ષ 2016
ઝીકા

વર્ષ 2016
ઈબોલા

વર્ષ 2020
કોરોના મહામારીનો સમાવેશ થાય છે...

કોરોના મહામારી બાદ દુનિયા પર વધુ એક મહામારીનો ખતરો તોળાઈ રહ્યો છે... ત્યારે દુનિયાના દેશોએ આ અંગે ગંભીરતાથી વિચારવું પડશે... નહીં તો કોરોના જેવો કોહરામ મચાવી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news