ભારતીય સેનાનું પરાક્રમ જોઇ પોતાના સૈનિકોથી નારાજ થયા ચીનના રાષ્ટ્રપતિ
Trending Photos
બેઇજિંગ: ભારતીય સેના (Indian Army)નું પરાક્રમ જોયા બાદ ચીનના સૈનિકો હવે તેમની સરકારની ટીકા સહન કરી રહી છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) પીપલ્સ લિબરેશન આર્મી (Chinese People's Liberation Army-PLA)ના તે કમાન્ડરથી નારાજ છે, જેમણે પેંગોંગના દક્ષિણ વિસ્તારમાં સેનાના અભિયાનનું નેતૃત્વ કર્યું હતું.
સમાચાર મળી રહ્યાં છે કે, જિનપિંગ જલદી સેનામાં મોટા ફેરફાર કરી શકે છે. લદાખના પેંગોંગ વિસ્તારમાં 29-30 ઓગસ્ટની રાત્રે ભારતીય સેનાએ ઘુસણખોરી કરતા ચીનના સૈનિકોને ભગાડ્યા હતા. તેમના સૈનિકોના આ રીતે મેદાનમાંથી ભાગવાની વાત જ્યારે જિનપિંગ સુધી પહોંચી તો તે નારાજ થયા હતા. ચીન કોમ્યુનિસ્ટ પાર્ટીએ પણ સેનાથી તેમની નારાજગી વ્યક્ત કરી હતી.
જન્મ દિવસ પર લાગ્યો ઝટકો
સામાન્ય રીતે આ પ્રથમ વખત નથી જ્યારે ભારતીય સેનાએ ચીનને વળતો જવાબ આપ્યો છે. 15 જૂનના ગલવાન ખીણ હિંસામાં પણ ચીનની સેનાએ મોટું નુકસાન ઉઠાવું પડ્યું હતું. ખાસ વાત એ છે કે, તે દિવસે રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમના 67ના જન્મદિવસ ઉજવી રહ્યા હતા અને તેમને મોટી સંખ્યામાં તેમના સૈનિકોના મોતના સમાચાર મળ્યા હતા.
પીછેહઠ પર વાંધો
જિનપિંગ ગલવાન ઘટનાને લઇને સેનાનાથી નારાજ હતા અને જ્યારે 29-30 ઓગસ્ટના ભારતીય સેનાએ ફરી એકવાર તેમનું પરાક્રમ દેખાડ્યું તો તેમની નારાજગી વધી ગઇ છે. કેટલીક મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, કોમ્યુનિસ્ટ પાર્ટી PLA કમાન્ડરથી આ વાતને લઇને પણ નારાજ છે કે, તેમણે સ્પંગગુર વિસ્તારમાં આમને સામને સંઘર્ષથી બચવા માટે સેના સાથે પીછેહટ કરી. જો કે, આ સંબંધમાં સત્તાવાર રીતે અત્યાર સુધીમાં કોઇ જાણખારી સામે આવી નથી.
મોટા ફેરફારની તૈયારી
સમાચારોનું માનીએ તો રાષ્ટ્રપતિ જિનિપિંગ જલદી જ સેનામાં મોટા ફેરફાર કરી શકે છે. સેનાની સાથે જ અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ પણ તેમના નિશાન પર છે. આમ તો સત્તા સંભાળ્યા બાદથી શી જિનપિંગ એવા અધિકારીઓને તેમના રસ્તાથી હટાવી રહ્યાં છે જે તેમના માટે ખતરો બની શકે અથવા તો જે તેમની આશાઓ પર ખરા ઉતર્યા નથી. ભારતીય સેનાથી મળેલા મુંહતોડ જવાબને કોમ્યુનિસ્ટ પાર્ટી શરમિંદગી તરીકે જોઇ રહ્યાં છે, તેથી જલદી જ સેનામાં ફેરફાર કરવાનો નિર્ણય લઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે