એક એવી જગ્યા...જ્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ, જ્યારે પુરુષો માટે હોય છે 'ગુપ્ત યાત્રા'

 દુનિયામાં એક ટાપુ એવો છે જ્યાંની પરંપરા ખુબ ચોંકાવનારી છે. આ અનોખી જગ્યા પર મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. અહીં ફક્ત પુરુષો જ આવી શકે છે. આ પાછળ શું કારણ છે તે અમે તમને જણાવીશું. 

એક એવી જગ્યા...જ્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ, જ્યારે પુરુષો માટે હોય છે 'ગુપ્ત યાત્રા'

Okinoshima Island: દુનિયામાં એક ટાપુ એવો છે જ્યાંની પરંપરા ખુબ ચોંકાવનારી છે. આ અનોખી જગ્યા પર મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. અહીં ફક્ત પુરુષો જ આવી શકે છે અને સમુદ્રના દેવી સ્વરૂપને પૂજે છે. આ પરંપરા પાછળનું શું કારણ છે તે અમે તમને જણાવીશું. 

જે જગ્યાની અમે વાત કરીએ છીએ તે જાપાનમાં આવેલો ઓકિનોશિમા ટાપુ છે. આ ટાપુને યુનેસ્કોએ વિશ્વ ધરોહર જાહેર કરેલો છે. આ ટાપુ કુલ 700 વર્ગ મીટરમાં ફેલાયેલો છે. એવું કહેવાય છે કે ચોથીથી નવમી સદી સુધીમાં આ ટાપુ કોરિયન ટાપુ અને ચીન વચ્ચે વેપારનું કેન્દ્ર રહ્યા કરતો હતો. 

આ ટાપુને ધાર્મિક રીતે ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. આ ટાપુમાં પ્રાચીન કાળથી ચાલી આવતા ધાર્મિક પ્રતિબંધો આજે પણ એ જ રીતે માન્ય છે. અહીં આવનારા પુરુષો માટે પણ કેટલાક કપરા નિયમો છે જેનું તેમણે પાલન કરવું જ પડે છે. એવું કહેવાય છે કે અહીં જતા પહેલા પુરુષોએ ન્હાવું જરૂીર છે. અહીંના નિયમો એટલા કડક છે કે આખા વર્ષમાં ફક્ત 200 પુરુષો જ અહીં આવી શકે છે. પુરુષોએ અહીં આવતી વખતે પોતાની સાથે કોઈ પણ ચીજ લાવવાની હોતી નથી કે લઈ જવાની મંજૂરી નથી. 

તેમની આ યાત્રા સંપૂર્ણપણે ગુપ્ત જ રહેવી જોઈએ. એક રિપોર્ટ મુજબ અહીં મુનાકાતા તાઈશા ઓકિત્સુ મંદિર છે. જ્યાં સમુદ્રની દેવીની આરાધના થાય છે. એવું કહેવાય છે કે 17મી સદી દરમિયાન સમુદ્રી પ્રવાસમાં જહાજોની સુરક્ષા માટે આ પૂજા થતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news