દુબઇ તટ પર ઉભેલા જહાજમાંથી ગાયબ થયો ભારતીય નાવિક, ફરિયાદ નોંધાઇ
ગલ્ફ ન્યૂઝના સામાચાર અનુસાર 23 વર્ષીય જગદીશ્વર રાવ ગત વર્ષે સપ્ટેમ્બરમાં એક નાવિક તરિકે સંયુક્ત અરબ અમીરાત આવ્યો હતો. તે ત્યાં એમિરેટ્સ શિપિંગ એલએલસી દ્વારા ઉપલબ્ધ કરાવેલા વીઝા પર આવ્યો હતો.
Trending Photos
અબૂ ધાબી: એક યુવા ભારતીય નાવિક દુબઇ તટ પર ઉભેલા એક જાહાજથી ગુમ થઇ ગયો છે. મંગળવારે મીડિયામાં આવેલી એક રિપોર્ટ અનુસાર 9 માર્ચથી ગુમ છે. ગલ્ફ ન્યૂઝના સામાચાર અનુસાર 23 વર્ષીય જગદીશ્વર રાવ ગત વર્ષે સપ્ટેમ્બરમાં એક નાવિક તરિકે સંયુક્ત અરબ અમીરાત આવ્યો હતો. તે ત્યાં એમિરેટ્સ શિપિંગ એલએલસી દ્વારા ઉપલબ્ધ કરાવેલા વીઝા પર આવ્યો હતો.
સમાચારો અનુસાર 9 માર્ચે રાવના મિત્ર દિલીપ કુમારે આંધ્ર પ્રદેશમાં તેના ઘર પર ફોન કરી સૂચના આપી હતી કે રાવ જહાજથી ગુમ છે. કુમાર, રાવની સાથે એક જ જહાજ પર કામ કરે છે. ગલ્ફ ન્યૂઝએ આ સમાચાર દુબઇની એક કંપનીમાં સ્વાસ્થ્ય સુરક્ષા પ્રબંધક તરીકે કામ કરતા ડી.રામૂના અહેવારથી આપ્યા છે. રામૂ તેમની કંપનીમાં કામ કરે છે જ્યાં રાવના પિતા શ્રીનિવાસ એક વેલ્ડર તરીકે કાર્યરત છે.
રામૂએ જણાવ્યું કે, આ સંબંધમાં ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે. ત્યારે દુબઇમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પણ આ મામલે સ્થાનીક સત્તાધિકારીઓ સાથે સંપર્કમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે