UN માં ચીનને જબરદસ્ત ઝટકો, ભારત ECOSOC નું સભ્ય બન્યું, ડ્રેગનને અડધા મત પણ ન મળ્યા
ભારતે ચીનને મોટો ઝટકો આપ્યો છે. ચીનની પછાડીને ભારતની આર્થિક અને સામાજિક પરિષદ (ECOSOC)ની સંસ્થા યુનાઈટેડ નેશનના કમિશન ઓફ સ્ટેટસ ઓફ વુમનના સભ્ય તરીકે પસંદગી થઈ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી એસ મૂર્તિએ આ જાણકારી આપી છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતે ચીનને મોટો ઝટકો આપ્યો છે. ચીનની પછાડીને ભારતની આર્થિક અને સામાજિક પરિષદ (ECOSOC)ની સંસ્થા યુનાઈટેડ નેશનના કમિશન ઓફ સ્ટેટસ ઓફ વુમનના સભ્ય તરીકે પસંદગી થઈ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી એસ મૂર્તિએ આ જાણકારી આપી છે.
ટીએસ મૂર્તિએ કહ્યું કે પ્રતિષ્ઠિત ECOSOC શાખામાં ભારતે સીટ જીતી છે. ભારતની કમિશન ઓન ધ સ્ટેટસ ઓફ વુમન (CSW)ના સભ્ય તરીકે પસંદગી થઈ છે. જે આપણા તમામ પ્રયત્નોમાં લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે આપણી પ્રતિબદ્ધતાનું એક મહત્વપૂર્ણ સમર્થન છે. અમે સભ્ય દેશોનો તેમના સમર્થન માટે આભાર માનીએ છીએ.
India wins seat in prestigious #ECOSOC body!
India elected Member of Commission on Status of Women #CSW. It’s a ringing endorsement of our commitment to promote gender equality and women’s empowerment in all our endeavours.
We thank member states for their support. @MEAIndia pic.twitter.com/C7cKrMxzOV
— PR UN Tirumurti (@ambtstirumurti) September 14, 2020
અત્રે જણાવવાનું કે ભારત, અફઘાનિસ્તાન અને ચીને કમિશન ઓફ સ્ટેટસ ઓફ વુમન માટે ચૂંટણી લડી હતી. જેમાં ભારત અને અફઘાનિસ્તાને 54 સભ્યો સાથે મતદાનમાં જીત મેળવી. જ્યારે ચીને સજ્જડ હારનો સામનો કરવાનો આવ્યો. ચીનને અડધા વોટ પણ ન મળી શક્યા.
ચાર વર્ષ માટે સભ્ય
બેઈજિંગ વર્લ્ડ કોન્ફરન્સ ઓફ વુમન (1995)ની આ વર્ષે 25મી વર્ષગાઠ છે. આ અવસરે ચીને ભારતના હાથે હારનો સામનો કરવાનો વારો આવ્યો. આ સાથે જ હવે ભારત ચાર વર્ષ માટે આ આયોગનો સભ્ય રહેશે. વર્ષ 2021થી લઈને 2025 સુધી ભારત યુનાઈટેડ નેશનના કમિશન ઓન સ્ટેટસ ઓફ ધ વુમનનું સભ્ય રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે