દેશમાં રાફેલ મુદ્દે રાજનીતિ: એરફોર્સનાં અધિકારીઓએ ફ્રાંસમાં ટેસ્ટિંગ ચાલુ કર્યું

એરફોર્સની પાયલોટ વિંગ અને ટેક્નીકલ ટીમે આશરે 80 મિનિટ સુધી ઉડ્યન કરીને પ્લેનનુ પરિક્ષણ કર્યું હતું

દેશમાં રાફેલ મુદ્દે રાજનીતિ: એરફોર્સનાં અધિકારીઓએ ફ્રાંસમાં ટેસ્ટિંગ ચાલુ કર્યું

નવી દિલ્હી : દેશમાં એક તરફ રાફેલ વિમાન સોદા મુદ્દે રાજનીતિક યુદ્ધ છેડાયેલું છે બીજી તરપ વાયુસેનાં 36 રાફેલ વિમાનોને વાયુસેનામાં સમાવવા  માટે સંપુર્ણ તૈયાર છે. ભારતીય વાયુસેનાનાં ટોપનાં અધિકારીઓએ ફ્રાંસમાં રાફેલ વિમાનનો ટેક્સ કર્યો હતો. જેમાં ભારતીય ટેક્નીકનો જોડીને 14 અપગ્રેડેશન કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2016માં રાફેલ વિમાન મુદ્દે થયેલા 59000નાં કોન્ટ્રાક્ટ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર શાબ્દિક પ્રહારો કરી રહી છે. 

ગુરૂવારે ભારતીય વાયુસેનાનાં ડેપ્યુટી એર માર્શલ રઘુનાથ નંબિયારે ટેસ્ટબેડનાં સ્વરૂપમાં ઉપયોગ થનારા 17 જુના રાફેલને ઉડાવ્યા. તેમાં 14 પ્રકારનાં ભારતીય ઉપકરણો પણ લગાવવામાં આવ્યા છે. અધિકારીઓએ ફ્રાંસમાં લગભગ 80 મિનિટ સુધી ઉડ્યન કરી હતી. 

તેજસ જેવા લડાયક વિમાનમાં સૌથી પહેલા ઉડનારા અને જાણીતા ફાઇટર પાયલોટ નંબિયારે હાલમાં જ કહ્યું હતું કે, રાફેલતી ભારતને અભુતપુર્વ ક્ષમતા અને ગઝબની શક્તિ મળસે. વાયુસેનાની એક ટીમ જેમાં પાયલોટ અને ટેક્નીકલ ઓફિસર્સનો સમાવેશ થાય ચે, હાલનાં દિવસોમાં ફ્રાંસમાં છે. ટીમ 36 રાફેલ વિમાનોને એરફોર્સમાં સમાવિષ્ટ કરવાની તૈયારીમાં છે. નવેમ્બર 2019થી એપ્રીલ 2022 વચ્ચે રાફેલનાં હાસીમારા (પશ્ચિમ બંગાળ) અને અંબાલા (હરિયાણા) એરબેઝમાં સમાવિષ્ટ કરવાની યોજના છે. 

36 રાફેલ વિમાનોનો સોદો 7.8 અબજ યુરોમાં થયો છે. જેમાં પરમાણુ હથિયાર અને 14 અપગ્રેડનો સમાવેશ થાય છે. 1.7 અબજ યૂરો એટલે કે લગભગ 12780 કરોડ રૂપિયાનાં ખર્ચે તેમાં રડાર, ઇઝરાયેલી હેલમેટ વાળી ડિસપ્લે, લો બેંડ જામર, ઠંડા વિસ્તારમાં પણ સ્ટાર્ટ થવા માટે એન્જિનની ક્ષમતા જેવા અપગ્રેડ પણ કરવાનાં છે.

ભારત પાસે હાલ 31 સ્કવોડ્રન છે જ્યારે પાકિસ્તાન અને ચીનની ધમકી જોતા 42 સ્કવોડ્રનની જરૂર છે. જો કે કોંગ્રેસ દ્વારા સતત એનડીએ સરકાર પર આરોપો લગાવાઇ રહ્યા છે કે રાફેલ સોદામાં ગોટાળો કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news