હીરા કારોબારીને ભારે પડી શારીરિક સંબંધની લાલચ, બની ગયો હનીટ્રેપનો શિકાર

આજકાલ હનીટ્રેપના કિસ્સાઓ ખુબ વધી રહ્યાં છે. લોકો સુંદર યુવતીઓને જોઈને તેની વાતમાં આવી જાય છે અને પછી હનીટ્રેપનો શિકાર બને છે. આવી જ ઘટના સુરતમાં બની છે જ્યાં એક હીરા કારોબારી હનીટ્રેપનો શિકાર બન્યો છે.

હીરા કારોબારીને ભારે પડી શારીરિક સંબંધની લાલચ, બની ગયો હનીટ્રેપનો શિકાર

ચેતન પટેલ, સુરતઃ સુરતમાં હીરાનો વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો છે. શહેરમાં હની ટ્રેપ ગેંગના આતંકની ઘટના સામે આવી છે. આ ઘટનામાં વરાછાનો હીરાનો વેપારી હની ટ્રેપનો ભોગ બન્યો. ભોગ બનેલ વેપારી પાસેથી મામલાની પતાવટ માટે દાગીના અને રોકડ રકમ પડાવવામાં આવી હતી. પોતાની સાથે છેતરપિંડી થયાનું માલૂમ થતાં આ મામલે હીરાના વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

હીરાની નગરી તરીકે લોકપ્રિય શહેર એવા સુરતમાં છેતરપિંડીના કિસ્સા વધવા લાગ્યા છે. શહેરના હીરાના વેપારીઓ અનેક અસમાજિક તત્વોના નિશાના પર હોય છે. વરાછાનો હીરાનો વેપારી પણ ફ્રોડનો ભોગ બન્યો. વેપારી પાસેથી રૂપિયા પડાવવા હની ટ્રેપનું ષડયંત્ર રચાયું. હીરાનો વેપારી ભાન ભૂલ્યો અને હની સાથે સંબંધ બાંધ્યો. હોટલમાં રંગરેલિયા મનાવવા માટે હનીમોપેડ પરથી ઉતરી હીરાના વેપારીની કારમાં બેસી ગઈ. હોટલના રૂમમાં જઈ વેપારી અને હની બંનેએ શરીર સુખ માણ્યું. થોડા દિવસ બાદ ફરી હનીનો ફોન આવ્યો. અને હનીએ વેપારીને ટ્રેપ કરવા ઉત્રાણ વિસ્તારની રૂમમાં એકલો બોલાવ્યો. ત્યારે આ ટોળકીના નિલેશ અશોકગીરી ગોસ્વામી, ગૌતમ રબારીને દબોચી લીધા હતા. બે મહિલા સહિત 4 આરોપી સામે ગુનો નોંધાયો છે.

ઉત્રાણની હોટલમાં વેપારી અને હની પંહોચી ગયા. બાદમાં જ્યારે શરીર સુખ માણવાની તૈયારી કરતા હતા ત્યારે જ હનીએ કપડાં કાઢતા જ પતિ આવ્યો છે તેવું કહી બુમા બૂમ કરી. પતિનું બહાનું કાઢી હનીએ મામલાની પતાવટ માટે વેપારી પાસેથી દાગીના અને રોકડ રૂપિયા પડાવ્યા. 57 વર્ષીય હીરાના વેપારીને ફ્રોડ થયાનું માલૂમ થતાં વરાછા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી...

પોલીસએ આ મામલે કાર્યવાહી કરી મળેલ બાતમીના આધારે હની ટ્રેપ ગેંગને ઝડપી લીધી. અગાઉ પણ હીરાનો વેપારી હનીટ્રેપનો ભોગ બન્યો હતો. હીરાના વેપારીને ઘરમાં જૈન મંદિર બનાવવાનું હોવાનું કહી ઘરમાં બોલાવ્યો અને બાદમાં મહિલા કપડાં ઉતારવા લાગી. અને થોડા જ સમયમાં બહારથી ત્રણ શખ્સ આવ્યા અને કહેવા લાગ્યા કે પૈસા નહીં આપો તો બદનામ કરી દઈશું. તે સમયે વેપારી પૈસા આપી દીધા. પરંતુ ગેંગ દ્વારા વધુ રૂપિયાની માંગણી કરાતા આખરે વેપારીએ કંટાળીને પોલીસમાં ફરીયાદ કરી.તાજેતરમાં પણ ફરી 57 વર્ષીય વેપારી હનીટ્રેપના આતંકનો ભોગ બન્યો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news