રાષ્ટ્રપતિ બનતા જ એક્શનમાં ટ્રમ્પ, 78 નિર્ણય કર્યા રદ, WHOમાંથી હટ્યું અમેરિકા, 1500 લોકોને માફી
ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લીધા બાદ ઓવલ ઓફિસ પહોંચ્યા અને તેમણે ફટાફટ અનેક કાર્યકારી આદેશો પર સાઈન કરી. આ દરમિયાન મોટી સંખ્યામાં બાઈડેન સરકારના 78 નિર્ણયોને રદ કરી નાખ્યા.
Trending Photos
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધી અને આ સાથે જ તેઓ હવે અધિકૃત રીતે દેશના રાષ્ટ્રપતિ બની ગયા છે. ટ્રમ્પે પદ સંભાળથા જ અનેક કાર્યકારી આદેશો પર સાઈન કરી જેમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ની સદસ્યતામાંથી બહાર નીકળવાનો આદેશ પણ સામેલ છે. ટ્રમ્પ શપથ લીધા બાદ ઓવલ ઓફિસ પહોંચ્યા. અહીં તેમણે અનેક કાર્યકારી આદેશો પર સાઈન કરી. આ દરમિયાન તેમણે મોટી સંખ્યામાં બાઈડેન સરકારના 78 જેટલા નિર્ણયો રદ કર્યા. આ સાથે જ તેમણે પેરિસ જળવાયુ સંધિથી પણ અમેરિકાના બહાર હોવાની જાહેરાત કરી.
ટ્રમ્પે કહ્યું કે હું કાર્યકારી આદેશો પર સાઈન કરવા જઈ રહ્યો છું. સૌથી પહેલા હું ગત સરકારમાં લેવાયેલા વિનાશકારી નિર્ણયોને રદ કરીશ. તે અમેરિકાના ઇતિહાસની સૌથી ખરાબ સરકાર રહી.
ટ્રમ્પે શપથ લેતા જ આ ફાઈલો પર કરી સાઈન...
- છ જાન્યુઆરી 2021ના રોજ કેપિટલ હિલ પર થયેલા હુમલાના દોષિત 1500 લોકોને માફી.
- ડ્રગ્સ કાર્ટેલને આતંકી સંગઠન જાહેર કરાશે.
-અમેરિકાની દક્ષિણ સરહદથી ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશતા લોકોથી અમેરિકી લોકોને બચાવવામાં આવશે.
- મેક્સિકો અને કેનેડા પર 25 ટકા ટેરિફ લગાવવામાં આવશે. તે એક ફેબ્રુઆરીથી લાગૂ થઈ શકે છે.
- પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટથી અમેરિકા બહાર થશે.
- ફેડરલ ગવર્મેન્ટમાં મેરિટના આધારે નિયુક્તિઓ થશે.
- સરકારી સેન્સરશીપને સમાપ્ત કરાશે અને અમેરિકામાં સ્વતંત્ર ભાષણને ફરીથી બહાલ કરશે.
- અમેરિકામાં થર્ડ જેન્ડર અમાન્ય જાહેર.
- યુએસ-મેક્સિકો સરહદ પર રાષ્ટ્રીય ઈમરજન્સી જાહેર.
- રાષ્ટ્રીય ઉર્જા ઈમરજન્સીની જાહેરાત
- ઈલેક્ટ્રીક વાહન (ઈવી)ની જરૂરિયાત સમાપ્ત
- અમેરિકામાં જન્મથી મળતી નાગરિકતા રદ
- અમેરિકામાં ટિકટોકને 75 દિવસનું જીવતદાન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે