ચીન સાથેના સરહદ વિવાદને લઈને PM મોદી સારા મૂડમાં નથી: રાષ્ટ્રપતિ ટ્રમ્પ

ભારત-ચીન સરહદ વિવાદ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે મધ્યસ્થતાની પોતાની ઓફર ફરીથી દોહરાવતા કહ્યું કે આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સારા મૂડમાં નથી. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને દેશો વચ્ચે તણાવ બાદ આ મોટા વિવાદ પર તેમણે પીએમ મોદી સાથે વાત કરી છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસ સ્થિત ઓવલ ઓફિસમાં મીડિયાના સવાલોના જવાબ આપતા આ વાત કરી. 
ચીન સાથેના સરહદ વિવાદને લઈને PM મોદી સારા મૂડમાં નથી: રાષ્ટ્રપતિ ટ્રમ્પ

વોશિંગ્ટન: ભારત-ચીન સરહદ વિવાદ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે મધ્યસ્થતાની પોતાની ઓફર ફરીથી દોહરાવતા કહ્યું કે આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સારા મૂડમાં નથી. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને દેશો વચ્ચે તણાવ બાદ આ મોટા વિવાદ પર તેમણે પીએમ મોદી સાથે વાત કરી છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસ સ્થિત ઓવલ ઓફિસમાં મીડિયાના સવાલોના જવાબ આપતા આ વાત કરી. 

'ભારત-ચીન વચ્ચે મોટું ઘર્ષણ, બંને ખુશ નથી'
ટ્રમ્પે આ દરમિયાન ભારત-ચીન સરહદ વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'ભારત અને ચીન વચ્ચે એક મોટું ઘર્ષણ ચાલી રહ્યું છે. હું તમારા પ્રધાનમંત્રી (નરેન્દ્ર મોદી)ને ખુબ પસંદ કરું છું. તેઓ એક મહાન જેન્ટલમેન છે. ભારત-ચીન વચ્ચે મોટો વિવાદ છે. બંને દેશો પાસે લગભગ 1.4 અબજ વસ્તી છે. બંને દેશોની સેનાઓ ખુબ શક્તિશાળી છે. ભારત ખુશ નથી અને શક્ય છે કે ચીન પણ ખુશ નથી.'

— ANI (@ANI) May 28, 2020

ભારતે ટ્રમ્પની મધ્યસ્થાની ઓફર ઠુકરાવી
આ અગાઉ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતે ટ્રમ્પની ઓફરને ઠુકરાવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગુરુવારે કહ્યું હતું કે, 'અમે તેના શાંતિપૂર્ણ સમાધાન માટે ચીનના સંપર્કમાં છીએ.' શ્રીવાસ્તવ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પત્રકાર પરિષદને સંબોધી રહ્યાં હતાં. આ દરમિયાન પત્રકારોએ તેમને ભારત-ચીન વચ્ચે મધ્યસ્થતાની ટ્રમ્પની ઓફર પર અનેક સવાલ કર્યા હતાં. 

અનુશાસનનું પ્રદર્શન, સંપ્રભુતા સાથે સમાધાન નહીં-ભારત
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઓનલાઈન પ્રેસ બ્રિફિંગમાં કહ્યું કે, 'ભારતીય સૈનિકોએ બોર્ડર મેનેજમેન્ટનું મોટી જવાબદારી સાથે સન્માન કર્યું છે. તેમણે કહ્યું કે ભારતી સૈનિકો સમસ્યાના ઉકેલ માટે ચીન સાથે થયેલા દ્વિપક્ષીય સંધિઓ હેઠળ નિર્ધારિત પ્રક્રિયાઓનું કડકાઈથી પાલન કરી રહ્યાં છે.'

તેમણે કહ્યું કે ભારતીય સશસ્ત્ર દળો સરહદ મેનેજમેન્ટને લઈને (ભારત-ચીન) રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે થયેલી સહમતિ અને તેમના તરફથી નિર્ધારિત દિશા-નિર્દેશોનું ખુબ ઝીણવટપૂર્વક પાલન કરે છે. જો કે તેમણે ફરીથી સ્પષ્ટ કર્યું કે 'અનુશાસનનું પ્રદર્શન કરતા સંપ્રભુતાની રક્ષા સાથે કોઈ સમાધાન નહીં થાય. પ્રવક્તાએ કહ્યું કે અમે ભારતની સંપ્રભુતા અડીખમ રાખવા પ્રત્યે અમારા સંકલ્પમાં અડગ છીએ.'

જુઓ LIVE TV

લદાખમાં હુમલાની તૈયારીમાં છે ચીન?
આ બધા વચ્ચે એક સેટેલાઈટ તસવીર પણ વાયરલ થઈ છે જેમાં જોવા મળે છે કે ચીને લદાખ વોર મોડલને હેલન શન વિસ્તારમાં રીક્રિએટ કર્યું હતું, જેથી કરીને તેને સારી રીતે સ્ટડી કરી શકાય. આ સાથે જ પોતાના સુપરક્ષાદળોને ભવિષ્યમાં સંભવિત હુમલા માટે તાલિમબદ્ધ કરી શકાય.

લદાખમાં વિવાદિત વિસ્તારમાં સુરક્ષાદળો, હેલિપેડ, પાવર પ્લાન્ટ યુનિટ, પીએલએ કેમ્પ અને મોટા ટ્રક જોવા મળ્યા છે. જેનાથી ચીનનું બેવડું ચરિત્ર સામે આવ્યું છે કે એક તરફ તે શાંતિની વાતો કરે છે અને બીજી બાજુ હુમલાની તૈયારી કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news