UNHRC માંથી રશિયાને બહાર કરવાની ઉઠી માંગ, આજે થશે વોટિંગ, ભારત પર દુનિયાની નજર
UNHRC માં કુલ 47 સભ્ય દેશો સામેલ છે. અમેરિકા સહિત તમામ NATO દેશોમાં UNGA ની મહત્વપૂર્ણ બેઠક અને વોટિંગને લઇને તૈયારી પુરી થઇ ગઇ છે. રશિયા પર યૂક્રેનના બૂચા શહેરમાં પણ નરસંહારના આરોપ લાગ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden) એ સ્પષ્ટ કહ્યું કે બૂચામાં યુદ્ધ અપરાધ થયો છે.
Trending Photos
નવી દિલ્હી: યૂક્રેનથી યુદ્ધમાં રશિયાને તમામ પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં અન્ય દેશો દ્રારા રશિયા વિરૂદ્ધ યુદ્ધ અપરાધો માટે કેસ અને કઠોર પ્રતિબંધો લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. યૂક્રેન પર હુમલા માટે રશિયાને સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ (United Nations Human Rights Council) માંથી સસ્પેંડ કરવા સંબંધમાં અમેરિકા દ્રારા પ્રસ્તાવિત પગલાં પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં આજે મતદાન થવાનું છે.
થોડીવાર થશે મતદાન
UNHRC માં કુલ 47 સભ્ય દેશો સામેલ છે. અમેરિકા સહિત તમામ NATO દેશોમાં UNGA ની મહત્વપૂર્ણ બેઠક અને વોટિંગને લઇને તૈયારી પુરી થઇ ગઇ છે. રશિયા પર યૂક્રેનના બૂચા શહેરમાં પણ નરસંહારના આરોપ લાગ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden) એ સ્પષ્ટ કહ્યું કે બૂચામાં યુદ્ધ અપરાધ થયો છે.
ભારત પર મંડાયેલી છે નજર
આ દરમિયાન બૂચા નરસંહારનો મુદ્દો ભારે તૂલ પકડી રહ્યો છે. રશિયા વિરૂદ્ધ આ પ્રસ્તાવ અમેરિકાએ રાખ્યો છે. આ વોટિંગ વચ્ચે દુનિયાની નજર ભારત તરફ પણ ટકેલી છે. કારણ કે તમામ દેશ જોવા માંગે છે કે ભારત રશિયાનો સાથ આપશે કે નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે