દુર્ઘટના: આગ લાગતા વિમાનમાંથી કૂદ્યા લોકો, 2 બાળક સહિત 13ના મોત, જુઓ Video

રુસની રાજધાની મોસ્કોમાં રવિવારે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઇ હતી. વિમાન લેન્ડિંગ કરે તે પહેલા જ તેમાં આગ લાગી હતી. વિમાન ચારેબાજુએથી આગમાં ઘેરાયેલું હતું. ભારે જહેમત બાદ વિમાનમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

દુર્ઘટના: આગ લાગતા વિમાનમાંથી કૂદ્યા લોકો, 2 બાળક સહિત 13ના મોત, જુઓ Video

મોસ્કો: રુસની રાજધાની મોસ્કોમાં રવિવારે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઇ હતી. વિમાન લેન્ડિંગ કરે તે પહેલા જ તેમાં આગ લાગી હતી. વિમાન ચારેબાજુએથી આગમાં ઘેરાયેલું હતું. ભારે જહેમત બાદ વિમાનમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. રુસી તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, ઇમર્જન્સી સ્લાઇડ લગાવી લોકોને તેમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ વિમાન દુર્ઘટનામાં 2 બાળકો સહિત 13 લોકોના મોત થયા છે.

રવિવારે મોસ્કોના શેરમેતેવો એરપોર્ટ પર લેન્ડિંગ સમયે સુખોઈ સુપરજેટ 100 પેસેન્જર એરલાઇનર વિમાનમાં આગ લાગી હતી. રશિયન એરલાઇન્સના આ વિમાનની ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ પ્લેનમાં 73 યાત્રી અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા. આ સુખોઇ યાત્રી વિમાન રશિયન એરલાઇન્સ દ્વારા સંચાલીત કરવામાં આવે છે.

The fire has since been extinguished, according to Russia’s emergency services ministry. https://t.co/qAvBFuzfa3 pic.twitter.com/NP2M9XCmwc

— ABC News (@ABC) May 5, 2019

આ વિમાન મોસ્કોથી ઉત્તર શહેર મર્માસ્ક જઇ રહ્યું હતું. પરંતુ વિમાને ઉડાન ભર્યા બાદ તેમાં ટેકનિકલ ખામી સર્જાતા તે પાછું ફર્યું હતું. જો કે, વિમાન સુરક્ષીત લેન્ડિંગ કરે તે પહેલા જ એન્જિનમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ તાત્કાલીક ઇમર્જન્સી સ્લાઇડ લગાવીને યાત્રીઓને તેમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ આ દુર્ઘટનામાં 2 બાળકો સહિત 13 લોકોના મોત થયા હતા.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news