પહેલે નોરતે રાહુના સંયોગથી વધુ બળવાન થયા શનિદેવ, આ 5 રાશિવાળાને અપાર લાભ કરાવશે, જે કામ હાથમાં લેશો તે પાર પડશે!
કર્મફળના દાતા અને ગ્રહોના ન્યાયાધિશ ગણાતા શનિએ આજે પહેલા જ નોરતે પોતાની ચાલમાં મોટો ફેરફાર કર્યો અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળીને રહસ્યમયી ગ્રહ રાહુના નક્ષત્ર શતભિષામાં પ્રવેશ કર્યો. શનિનું આ નક્ષત્ર ગોચર નવરાત્રીના પહેલા દિવસે થવાથી તેનો જ્યોતિષની રીતે વધુ પ્રભાવશાળી બની રહ્યું છે. જાણો કોના માટે રહેશે શુભ...
વૈદિક પંચાંગ મુજબ શનિએ 3 ઓક્ટોબર 2024ના રોજ બપોરે 12.10 વાગે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કર્યો અને 27 ડિસેમ્બર 2024ના રોજ રાતે 10.42 વાગે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે. રાશિની વાત કરીએ તો શનિ હાલ પોતાની સ્વરાશિ કુંભમાં બિરાજમાન છે. શનિ કુંભ રાશિમાં વક્રી એટલે કે ઉલ્ટી ચાલ ચાલી રહ્યા છે. કુંભ રાશિમાં શનિ 2025ના માર્ચ મહિના સુધી રહેશે. રાહુના નક્ષત્ર શતભિષામાં પ્રવેશ્યા બાદ શનિ વધુ બળવાન થશે જેની કારણે તેમના આ પ્રભાવનો એક નવો અધ્યાય શરૂ થશે. જાણો કોના માટે આ નક્ષત્ર પરિવર્તન શુભ રહેશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિવાળાને ભાગ્યનો સાથ મળશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે અને મુસાફરીની પણ તક છે. ભૌતિક સુખ સાધનોમાં ધન ખર્ચાશે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનો પ્રયત્ન રંગ લાવી શકે છે. વેપારી વર્ગ માટે આવકના નવા સ્ત્રોત બનશે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત તશે. દાન પુણ્યના કામમાં ભાગ લેશો.
તુલા રાશિ
તુલા રાશિવાળા માટે આ સમય અનુકૂળ રહેશે. મુસાફરીનો યોગ બની રહ્યો છે. તમારા માટે આ સમય લાભકારી સિદ્ધ થઈ શકે છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હશો તો આ સમય તમારા માટે શુભ સંકેત આપે છે. સુખ સુવિધાઓમાં વધારો થશે અને વિવાહ માટે શુભ સમય છે. નવા સંબંધોની વાત બની શકે છે. વિવાહ સંબંધિત ચર્ચા આગળ વધી શકે છે. બધુ મળીને તુલા રાશિવાળા માટે આ સમય ઉન્નતિ અને સમૃદ્ધિ લઈને આવશે.
ધનુ રાશિ
ધનુ રાશિવાળાને સકારાત્મક પ્રભાવ જોવા મળશે. કરિયરમાં પરિવર્તનના સંકેત છે. જે તમારા માટે નવા અવસરોના દ્વાર ખોલી શકે છે. વેપાર સંલગ્ન લોકોને વિશેષ લાભ થવાની શક્યતા છે. જેનાથી આર્થિક સ્થિતિ સુધરશે. તમારી નેમ અને ફેમમાં વધારો થશે. જેના કારણે સમાજમાં તમારું માન-પ્રતિષ્ઠા વધશે. સુખ સુવિધાના સાધનો પ્રાપ્ત થશે અને જીવનની ભૌતિક સુવિધિઓનો ભરપૂર આનંદ લેવાનો સમય રહેશે.
મકર રાશિ
મકર રાશિવાળાના જીવનમાં અનેક મહત્વપૂર્ણ ફેરફાર આવશે. કાર્યોમાં તેજી આવશે અને નવા કામની શરૂઆત થવાના સંકેત છે. જોબ અને રોજગારની તકો વધશે. જેનાથી કરિયરમાં ફેરફારની સાથે સાથે વેપારમાં પણ ગ્રોથ જોવા મળશે. ધનનું આગમન થશે. જેનાથી આર્થિક સ્થિતિ સુધરશે. ભવિષ્યના રસ્તા ખુલશે. સફળતાના કારણે ઈર્ષાળુ લોકોની સંખ્યા વધી શકે છે.
મીન રાશિ
મીન રાશિવાળા માટે પણ નવા કામની શરૂઆતનો સમય છે. જો તમે યોજના બનાવી રહ્યા હશો તો આ સમયગાળો તમારા માટે શુભ છે. આવક માટે સારો સમય છે અને ધનનું આગમન થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખાસ કરીને દુષિત ભોજનથી દૂર રહો. માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે નિયમિત વ્યાયામ કરો. મોર્નિંગ વોક કરવું લાભકારી રહેશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos