અફઘાન સેનાના ઓપરેશનમાં 100 આતંકી ઢેર, 45 ઈજાગ્રસ્તઃ રક્ષા મંત્રાલય
અફઘાનિસ્તાનની સેના દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશનમાં 100 આતંકીને ઠાર કરાયા છે.
Trending Photos
કાબુલઃ અફઘાનિસ્તાનના સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ પાછલી 24 કલાકમાં મોટુ ઓપરેશન ચલાવ્યું છે. આ ઓપરેશનમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સિવાય 45 આતંકવાદીઓને ઈજા થયાના સમાચાર છે. સુરક્ષા દળોએ 15 રાજ્યોમાં 18 ઓપરેશનોને અંજામ આપ્યો છે. આ ઓપરેશનમાં 5 આતંકવાદીઓને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે.
અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે કહ્યું, 'પાછલા 24 કલાકથી અફઘાનિસ્તાનના 15 પ્રાંતમાં ચલાવવામાં આવી રહેલા 18 ઓપરેશનમાં અમે 109 આતંકીઓને ઠાર કર્યાં છે. તેમાં 45 આતંકી ઘાયલ થયા છે અને 5 શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે.' તમામ આતંકી ક્યાં સંગઠનના હતા તેને લઈને રક્ષા મંત્રાલય કોઈ જાણકારી આપી નથી.
જુઓ Live TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે