સુરતમાં ધૂળેટી સેલિબ્રેશન માટે બનાવાઈ ખાસ ઠંડાઈ કેક
સુરતમાં એક બેકરી સંચાલકે હોળી માટે ખાસ રંગબેરંગી ઠંડાઈ ફ્લેવરની કેક તૈયાર કરી છે. આ કેક પર હોળીના રંગને જેમ અનેક ફ્લેવરના રંગ જોવા મળી રહ્યા છે અને સૌથી મહત્વની વાત ઠંડાઈ ફ્લેવરની કેકમાં ભાંગનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. સામાન્ય રીતે ઠંડાઈ પીધા બાદ જે રીતે કેસર, બદામ, પિસ્તા અને જે ઠંડકનો અનુભવ થતો હોય છે એવો જ અનુભવ આ ઠંડઇ કેક ખાવા પછી લોકોને થશે.