દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
ચા. ચા રસિકોને તો ચા સાંભળીને જ પીવાનું મન થઈ ગયું હશે. કારણ કે ઘણાં લોકો ચાના એટલા શોખીન હોય છે કે સવારના સમય સિવાય તેઓ કામ દરમિયાન પણ ચા પી- પી કરતા હોય,અને પાછા કહે પણ ખરા કે ચા તો મારો પહેલો પ્રેમ. જ્યારે તેઓ ખુશ હોય ત્યારે ચા પીવે છે, જ્યારે તેઓ તણાવમાં હોય ત્યારે ચા પીવે છે, એટલે કે એકંદરે ચા મળવી જ જોઇએ પરંતુ જેમ કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાન કરે છે.