ગોઝારો અકસ્માત: ડમ્પર ફરી વળતા 15 શ્રમિકોના મોત, CCTV ફૂટેજ આવ્યા સામે
ઝી મીડિયા/બ્યૂરો: સુરતમાં ફરી એકવાર ગોઝારો અકસ્માત સર્જાતા જિલ્લા માટે આજનો દિવસ અમંગળ કહી શકાય છે. સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા નજીક રોડની બાજૂમાં સુતેલા શ્રમિકો પર ડમ્પર ફરી વળતા 15 લોકોનો કરૂણ મોત નિપજ્યા છે. જો કે, આ અકસ્માત બાદ શ્રમિકોના મૃતદેહના દ્રશ્યો જોઈ તમારું હૃદય કંપી ઉઠશે. ત્યારે મોડી રાત્રે બનેલી આ કમકમાટીભરી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
આ પણ વાંચો:- માતેલા સાંઢની જેમ આવેલું ડમ્પર 15 મજૂરો પર ફરી વળ્યું, રુંવાડા ઉભા કરી દેવા અકસ્માતનો દ્રશ્યો
સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા નજીક રોડની બાજુમાં સુતેલા શ્રમિકો પર ડમ્પર ફરી વળતા 15 શ્રમિકોના કરુણ મોત નિપજ્યા હતા. જો કે, ડમ્પર કીમ નેશનલ હાઇવે પરથી માંડવી તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન સામેથી શેરડી ભરીને આવતા ટ્રેક્ટર સાથે અથડાતા ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રોડની બાજુમાં સૂતા 21 શ્રમિકો પર ફરી વળ્યું હતું. જો કે આ ઘટનામાં 15 જેટલા શ્રમિકોના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત શ્રમિકોઓ સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. આ તમામ શ્રમિકો રાજસ્થાનના કુશલગઢના રહેવાસી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube