LRD ભરતી વિવાદ મામલે એડવોકેટ જનરલનું મોટું નિવેદન, જુઓ Video
LRD મહિલા અનામત મુદ્દે સરકારે મોટો નિર્ણય લીધો છે. ભરતી વિવાદ મામલો હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર નવો પરિપત્ર બહાર પડશે. જેમાં મેરીટવાળી મહિલાઓને SC, ST, OBC મહિલાઓને જનરલ કેટેગરીના લાભ અપાશે. આવતી કાલ સુધી રાજ્ય સરકાર નવો પરિપત્ર બહાર પાડશે. જે નવો પરિપત્ર હશે તે 18 ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મેરીટમાં હશે તો SC, ST, OBCને જનરલના લાભ અપાશે. સીધી લીટીમાં અનામત લાભ આપવા અંગે સરકારે નિર્ણય લીધો છે.