Red Number Plate: કયા વાહનોને લાલ નંબર પ્લેટ આપવામાં આવે છે, 99% લોકો નથી જાણતા જવાબ
Red Number Plate: આ નંબર પ્લેટનું વિશેષ મહત્વ હોય છે અને તેનો વિશેષ પરિસ્થિતિમાં ઉપયોગ કરવામાં આવે છે. 99 ટકા લોકોને આ નંબર પ્લેટ વિશે કોઈ જાણકારી નથી.
Trending Photos
Red Number Plate: ભારતમાં લાલ રંગની નંબર પ્લેટવાળી ગાડીઓ કેટલાક ખાસ લોકો અને ગાડીઓ માટે રિઝર્વ હોય છે. આ નંબર પ્લેટનું વિશેષ મહત્વ હોય છે અને તેનો વિશેષ પરિશ્તિતિઓમાં ઉપયોગ કરવામાં આવે છે. 99 ટકા લોકોને આ નંબર પ્લેટ્સ વિશે કોઈ જાણકારી હોતી નથી.
કયા વાહનોને લાલ રંગની નંબર પ્લેટ મળે છે?
રાષ્ટ્રપતિ અને રાજ્યપાલઃ તમને ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલોની કારમાં લાલ રંગની નંબર પ્લેટ જોવા મળશે. આ નંબર પ્લેટમાં નંબરની જગ્યાએ અશોકનું પ્રતીક હોય છે, જે તેમને વધુ ખાસ બનાવે છે.
ટેસ્ટિંગ વ્હીકલ: જ્યારે કોઈ વાહન ઉત્પાદક તેનું નવું વાહન પરીક્ષણ અથવા પ્રમોશન માટે રસ્તાઓ પર લૉન્ચ કરે છે, ત્યારે તેના પર લાલ નંબર પ્લેટ મૂકવામાં આવે છે. આ પ્લેટ સૂચવે છે કે વાહન હજુ વેચાણ માટે ઉપલબ્ધ નથી અને તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે.
લાલ રંગની નંબર પ્લેટનું મહત્વ
લાલ રંગની નંબર પ્લેટ દેશના કેટલાક સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓ અને વિશેષ પરિસ્થિતિને દર્શાવે છે. તે સુરક્ષા અને પ્રતિષ્ઠાનું પ્રતીક છે. આ પ્લેટનો ઉપયોગ સામાન્ય નાગરિકો કે વાહનો માટે કરવામાં આવતો નથી.
અન્ય કલરની નંબર પ્લેટ
ભારતમાં લાલ રંગ સિવાય અન્ય રંગોની નંબર પ્લેટનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેનું દરેકનું અલગ-અલગ મહત્વ છે.
સફેદઃ સામાન્ય નાગરિકોના વાહનો માટે
પીળીઃ વ્યાવસાયિક વાહનો માટે.
લીલીઃ ઈલેક્ટ્રિક વાહનો માટે.
વાદળી: વિદેશી દૂતાવાસોના વાહનો માટે.
તેવામાં લાલ કલરની નંબર પ્લેટ ભારતમાં વિશિષ્ટ વ્યક્તિઓ અને પરિસ્થિતિને જાહેર કરે છે. તે રાષ્ટ્રપતિ, રાજ્યપાલો અને ટેસ્ટિંગ વાહનોમાં આપવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે