WhatsApp ની કમાલની ટ્રિક, ફોન જોયા વગર જ ખબર પડી જશે કોણે કર્યો મેસેજ
વોટ્સએપની એક ખાસ ટ્રિકની મદદથી તમને ફોન જોયા વગર જ ખબર પડી જાય છે કે કોણ તમને મેસેજ કરી રહ્યું છે. આ ખાસ ફીચરથી તમે અલગ અલગ ચેટ્સ માટે તમે આ કામ કરી શકો છો.
Trending Photos
લોકપ્રિય ચેટિંગ પ્લેટફોર્મ વોટ્સએપનો ઉપયોગ તમે જરૂર કરતા હશો. તેમાં ઢગલો ફીચર્સ પણ મળે છે. વોટ્સએપ સતત એવા ફીચર્સ આપે છે જેનાથી યૂઝર્સને ચેટિંગનો અનુભવ સરળ થાય. ખાસ વાત એ છે કે વોટ્સએપના તમામ ફીચર્સનો મોટાભાગના યૂઝર્સ તો ઉપયોગ પણ કરતા નથી હોતા. અનેક ટ્રિક્સ તેમને ખબર પણ હોતી નથી. આવી જ એક ટ્રિક તમે પણ જોઈ લો.
જો અમે તમને કહીએ કે તમે ફોન જોયા વગર જાણી શકો છો કે વોટ્સએપ પર કોનો મેસેજ આવ્યો છે તો કદાચ તમે વિશ્વાસ ન કરો. પરંતુ આ શક્ય છે. હકીકતમાં એપમાં પહેલેથી જ એક ખાસ ફીચર મળે છે જે અલગ અલગ કોન્ટેક્ટ્સ માટે અલગ મેસેજ ટોન સેટ કરવાનો વિકલ્પ આપે છે. આ રીતે ખાસ નોટિફિકેશન ટોન પ્લે થતા જ તમે સમજી જશો કે કોણે મેસેજ કર્યો છે.
ફોલો કરો આ સ્ટેપ્સ
- સૌથી પહેલા તમે ફોનમાં વોટ્સએપને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરો અને ઓપન કરો.
- હવે તમારે તે કોન્ટેક્ટની ચેટ વિન્ડો ઓપન કરવાની રહેશે, જેના મેસેજ પર તમે ખાસ નોટિફિકેશન ટોન સાંભળવા માંગતા હોવ.
- સૌથી ઉપર જોવા મળી રહેલા કોન્ટેક્ટના નામ પર ટેપ કર્યા બાદ તમારી સામે Chat Info સ્ક્રીન ઓપન થઈ જશે.
- અહીં તમને Custom Notifications વિકલ્પ દેખાશે, તેના પર ટેપ કરો.
- સૌથી ઉપર જવા મળી રહેલા Use Custom Notifications ઓપ્શનની સામે જોવા મળી રહેલા બોક્સને ચેકમાર્ક કરતા જ તમને નવા વિકલ્પ મળશે.
- અહીં તમે ચેટ્સથી કોલ્સ સુધી માટે ખાસ ટોન સેટ કરી શકશો. જેના કારણે ખબર પડી જશે કે આ કોણે તમને મેસેજ મોકલ્યો છે.
તમે અલગ અલગ ચેટ્સ માટે અલગ અલગ કસ્ટમ નોટિફિકેશન સેટ કરી શકો છો. આ રીતે મેસેજ આવતા તમને ફોન જોયા વગર જ ખબર પડી જશે કે કોણે મેસેજ મોકલ્યો છે. આ વાત વોટ્સએપ કોલ્સ માટે પણ લાગૂ પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે