વોટ્સએપ ચેનલ ફીચર લોન્ચ, હવે અહીં બનાવી શકશે ફોલોઅર, જાણો કઈ રીતે કરશે કામ?
વોટ્સએપ યૂઝર્સ માટે નવા-નવા ફીચર રોલઆઉટ કરતું રહેશે. આવું એક નવું ફીચર વોટ્સએપ ચેનલ ફીચર છે, જેને વોટ્સએપે કેટલાક દેશોમાં રોલઆઉટ કરી દીધુ છે.
Trending Photos
નવી દિલ્હીઃ વોટ્સએપે પોતાનું નવું ચેનલ ફીચર લોન્ચ કરી દીધુ છે. આ ફીચર કન્ટેન્ટ ક્રિએટર્સ માટે શાનદાર સાબિત થઈ શકે છે. વોટ્સએપ પર યૂઝર્સ પોતાની ચેનલ બનાવી ફોલોઅર વધારી શકે છે. વોટ્સએપનું નવુ ફીચર ટેલીગ્રામની ટક્કરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેવામાં વોટ્સએપ યૂઝર્સ ટેલીગ્રામની જેમ વોટ્સએપ પર ચેનલ બનાવી શકશે. જો તમે ટેલીગ્રામનો ઉપયોગ કર્યો છે, તો તમને ચેનલ ફીચર વિશે ખ્યાલ હશે.
શું થશે તેનો ફાયદો
આ એક બ્રોડકાસ્ટ ચેનલ છે. જ્યાં તમે ચેનલ બનાવી ગમે તે પોસ્ટ કરી શકો છો. જો લોકોને તમારી ચેનલ પસંદ આવે છે તો તે તેને ફોલો કરશે. મેટા કંપનીનો દાવો છે કે વોટ્સએપનું નવુ ફીચર સામાન્ય લોકોની સાથે સાથે નાની-મોટી સંસ્થાઓ માટે ફાયદાકારક સાબિત થશે. તેમાં બાકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જેમ પોતાના ફોલોઅર બનાવી શકશે.
કઈ રીતે કામ કરશે નવુ ફીચર
વોટ્સએપની નવી ચેનલને તેના નામથી દેખાડવામાં આવશે. એટલે કે વોટ્સએપ પર ચેનલ માટે અલગ ટેબ રહેશે. જ્યાં દરેક ચેનલ દેખાશે, યૂઝર્સ પોતાની પસંદગીની ચેનલને ફોલો કરી શકશે.
ક્યારે થશે લોન્ચિંગ
વોટ્સએપ ચેનલ ફીચર માટે ભારતીયોએ થોડી રાહ જોવી પડશે. તેને સૌથી પહેલા સિંગાપુર અને કોલંબિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. મેટા કંપની પ્રમાણે વોટ્સએચ ચેનલ ફીચર જલદી બાકી દેશોમાં લોન્ચ કરવામાં આવશે. વોટ્સએપ નવા ચેનલ માટે એક ડાયરેક્ટરી બનાવી રહ્યાં છે, જ્યાંથી યૂઝર્સ પોતાની પસંદગીની ચેનલને ફોલો કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે