વિવોએ લોન્ચ કર્યો S સિરીઝનો નવો સ્માર્ટફોન, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ
ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની વીવો (Vivo) એ આ વર્ષની શરૂઆતમાં જ પોતાના ઘણા દમદાર સ્માર્ટફોનને લોન્ચ કર્યા છે. વીવોના સ્માર્ટફોન શાનદાર ફીચર્સ અને બજેટના લીધે લોકોમાં ખૂબ લોકપ્રિય છે. તાજેતરમાં વીવોએ પોતાનો નવો સ્માર્ટફોન Vivo S1 લોન્ચ કર્યો છે. Vivo S1 આ વર્ષે માર્ચમાં ઇંડોનેશિયામાં લોન્ચ કરવામાં આવ્યા હતો.
Trending Photos
અમદાવાદ: ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની વીવો (Vivo) એ આ વર્ષની શરૂઆતમાં જ પોતાના ઘણા દમદાર સ્માર્ટફોનને લોન્ચ કર્યા છે. વીવોના સ્માર્ટફોન શાનદાર ફીચર્સ અને બજેટના લીધે લોકોમાં ખૂબ લોકપ્રિય છે. તાજેતરમાં વીવોએ પોતાનો નવો સ્માર્ટફોન Vivo S1 લોન્ચ કર્યો છે. Vivo S1 આ વર્ષે માર્ચમાં ઇંડોનેશિયામાં લોન્ચ કરવામાં આવ્યા હતો. Vivo S1 ની ખાસિયતની વાત કરીએ તો HD+ સુપર એમોલેડ ડિસ્પ્લે છે અને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. આ ઉપરાંત તેમાં 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો છે. S સિરીઝ કાયમ માટે કનેક્ટેડ સુંદર યુવાન ગ્રાહકો માટે નવીન ટેકનોલોજી સાથે અદ્યતન સ્ટાઇલના મિશ્રણનું સાચુ પ્રતિબિંબ છે. વાઇબ્રન્ટ અને ટ્રેન્ડી ડિઝાઇન વાળું આ ડિવાઇસ બે આકર્ષક કલર્સ જેમ કે સ્કાયલાઇન બ્લ્યુ અને ડાયમંડ બ્લેકમાં ઉપલબ્ધ રહેશે.
ભારતમાં કુલ સ્માર્ટફોન્સમાં ગુજરાત 9 ટકાથી વધુનું યોગદાન આપે છે. જેમાં દર મહિને આશરે 7.35 લાખ સ્માર્ટફોન્સ વેચાય છે, તેમજ વીવો ઇન્ડિયાની કુલ આવકમાં ગુજરાત આશરે 11 ટકાનું યોગદાન આપે છે. S1ના લોન્ચ સાથે વિવો રાજ્યમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવવા ધારે છે. વીવો ભારતીય સ્માર્ટફોન બજારમાં હાલમાં મૂલ્યની દ્રષ્ટિએ 21.2 ટકા બજાર હિસ્સો ધરાવે છે, જે તેને દેશમાં સૌથી મોટી બીજા ક્રમની ઓફલાઇન બ્રાન્ડ બનાવે છે.
વીવો ઇન્ડિયાના બ્રાન્ડ સ્ટ્રેટેજીના ડિરેક્ટર નિપુણ માર્યાએ જણાવ્યું હતું કે “ગુજરાત અમારા અગત્યના પ્રાદેશિક બજારોમાંનું એક છે. અમારા બહોળા પ્રોડક્ટ પોર્ટફોલિયો માટે અમે સમગ્ર ગુજરાતમાંથી ભારે પ્રતિસાદ પ્રાપ્ત કરી રહ્યા છીએ. અમે શ્રેષ્ઠ નવીનતા અને ટેકનોલોજી મારા ડિવાઇસમાં પ્રદાન કરવા માગીએ છીએ જેથી અમારા ગ્રાહકોને અતુલનીય સ્માર્ટફોન અનુભવ પૂરો પાડી શકાય. વીવો S1 નવી S સિરીઝમાં પ્રથમ છે જે શાનદાર કેમેરાની સાથે સ્ટાઇલ પ્રદાન કરે છે.”
વીવો S1 સ્માર્ટફોન બે વેરિયાંટ્સ 4GB + 128GB અને 6GB + 64GBમાં આવે છે જેની કિંમત અનુક્રમે રૂ. 17,990 અને રૂ. 18,990 છે. આ ડિવાઇસ ગુજરાતમાં દરેક ઓફલાઇન આઉટલેટ્સ પર ખરીદી માટે ઉપલબ્ધ છે અને ઓનલાઇન ચેનલ્સ જેમ કે vivo India E-store, Amazon.in, અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ છે. ભારતમાં વેચાયેલા દરેક વીવોની જેમ S1નું ઉત્પાદન પણ વિવોની ગ્રેટર નોઇડા ખાતેની સવલત ખાતે ઉત્પાદિત કરવામાં આવશે.
તદ્દન નવા મીડિયાટેક હેલીયો P65 ઓક્ટા-કોર-પ્રોસેસરથી સજ્જ આ ભારતનું સૌપ્રથમ ડિવાઇસ છે જે મોટી 4500 mAh બેટરી પર ચાલે છે, S1 વીવોને આ પ્રદેશમાં તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વધુ મજબૂતાઇ પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આ ડિવાઇસ બેસ્ટ ઇન ક્લાસ 32 એમપી ફ્રંટ કેમેરાની સાથે 16 એમપી પ્રાયમરી સોની IMX499 સેન્સર, 8એમપી એઆઇ સુપર વાઇડ એંગલ્સ લેન્સ અને 2 એમપી બોકેહ લેન્સથી સજ્જ છે, જે ગ્રાહકોને ફોટાગ્રાફિક માસ્ટરપીસનું સર્જન કરવામાં મદદ કરે છે.
સ્પેસિફિકેશન
બેઝિક |
||
પ્રોસેસર |
હિલીયો P65 (MT6768) |
|
મેમરી વેરિયાંટ્સ |
4GB + 128GB |
|
6GB + 64GB |
||
6GB + 128GB |
||
બેટરી |
4500mAh (TYP) |
|
કલર |
સ્કાયલાઇન બ્લ્યુ અને ડાયમંડ બ્લેક |
|
ઓપરેટિંગ સિસ્ટમ |
ફનટચ OS 9 (Android 9.0 આધારિત) |
|
બોડી |
||
ડાયમેન્શન |
159.53×75.23×8.13mm |
|
વજન |
179g |
|
ફાસ્ટ ચાર્જીંગ |
18W (9V2A) |
|
મટીરિયલ |
Glossy Plastic |
|
ડીસ્પ્લે |
||
સ્ક્રીન |
16.20 cms (6.38) |
|
રિસોલ્યુશન |
1080×2340 (FHD+) |
|
ટાઇપ |
સુપર AMOLED |
|
ટચસ્ક્રીન |
કેપેસિટીવ મલ્ટી ટચ |
|
નેટવર્ક |
||
બેન્ડઝ |
2G GSM |
B2/3/5/8 |
3G WCDMA |
B1/5/8 |
|
4G TDD_LTE |
B38/40/41 |
|
4G FDD_LTE |
B1/3/5/8 |
|
નેટવર્ક પ્રકાર |
ડ્યૂઅલ SIM ડ્યૂઅલ સ્ટેન્ડબાય |
|
કેમેરા |
||
કેમેરા |
ફ્રંટ 32MP / Rear 16MP+8MP+2MP |
|
એપર્ચર |
ફ્રંટ f/2.0, Rear f/1.78+f/2.2+f/2.4 |
|
ફ્લેશ |
રિયર ફ્લેશ અને ફ્ર્ટ સ્ક્રીન ફ્લેશ |
|
સીન મોડઝ |
રિયર (પાછળ): ટેક ફોટો, , HDR, લાઇવ ફોટોઝ, PDAF, એઆઇ સુપર વાઇડ-એંગલ, પોર્ટ્રેઇટ મોડ, એઆઇ પોર્ટ્રેઇટ ફ્રેમીંગ, ડીઓસી મોડ, પ્રોફેશનલ, એઆઇ સુપર વાઇડ એંગલ વીડિયો, એઆર સ્ટિકર્સ, એઆઇ ફેસ બ્યુટી, વીડિયો, વીડિયો ફેસ બ્યુટી, ટાણ લેપ્સ, Slo-Mo |
|
મીડિયા |
||
હાઇ-ફાઇ ચિપસેટ |
નથી |
|
ઓડીયો પ્લેબેક |
WAV, MP3, MP2, AMR-NB, AMR-WB, MIDI, Vorbis, APE, FLAC |
|
વીડિયો પ્લેબેક |
MP4, 3GP, AVI, TS, FLV, MKV |
|
વીડિયો રેકોર્ડીંગ |
MP4 |
|
વોઇસ રેકોર્ડીંગ |
સપોર્ટેડ |
|
કનેક્ટીવિટી |
||
વાઇ-ફાઇ |
2.4G+5G |
|
બ્લ્યુટૂથ |
Bluetooth 5.0 |
|
યુએસબી |
યુએસબી 2.0 |
|
જીપીએસ |
સપોર્ટેડ |
|
ઓટીજી |
સપોર્ટેડ |
|
એફએમ |
સપોર્ટેડ |
|
લોકેશન |
||
લોકેશન |
GPS, BeiDou, GLONASS, ગેલિલીયો |
|
સેન્સર્સ |
||
એક્સેલેરોમીટર |
સપોર્ટેડ |
|
એમ્બીયન્ટ લાઇટ સેન્સર |
સપોર્ટેડ |
|
પ્રોક્સીમિટી સેન્સર |
સપોર્ટેડ |
|
ઇ-કંપાસ |
સપોર્ટેડ |
|
ફીંગરપ્રિન્ટ સેન્સર |
ફ્લેશ ઇન ડીસ્પ્લે ફીંગરપ્રિંટ |
|
ગાયરોસ્કોપ |
વર્ચ્યુઅલ ગાયરોસ્કોપ |
|
બોક્સમાં શું રહેશે |
||
ફોન મોડેલ |
S1 |
|
ઇયરફોન્સ |
સપોર્ટેડ |
|
ડોક્યુમેન્ટેશન |
સપોર્ટેડ |
|
યુએસબી કેબલ |
સપોર્ટેડ |
|
યેસબી પાવર એડેપ્ટર |
સપોર્ટેડ |
|
SIM ઇજેક્ટર |
સપોર્ટેડ |
|
પ્રોટેક્ટીવ કેસ |
સપોર્ટેડ |
|
પ્રોટેક્ટીવર ફિલ્મ |
સપોર્ટેડ |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે