Twitterએ શરૂ કરી નવી સુવિધા, હવે GIF, વીડિયો અને ઇમેઝ પણ કરી શકાશે રીટ્વીટ

વિશ્વભરમાં ટ્વીટરના 32.6 કરોડ યૂઝરો છે. ટ્વીટરે જાહેરાત કરી કે આ ફીચર એન્ડ્રોઇડ અને IOS બંન્ને યૂઝરો માટે ઉપલબ્ધ છે. 
 

 Twitterએ શરૂ કરી નવી સુવિધા, હવે GIF, વીડિયો અને ઇમેઝ પણ કરી શકાશે રીટ્વીટ

સાન ફ્રાન્સિસ્કોઃ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટરે (Twitter) એક નવું ફીચર રજૂ કર્યું છે. જેમાં યૂઝરો રીટ્વીટમાં ઈમેજ, વીડિયો અને જીઆઈએફ જોડવાની સુવિધા મળશે. વિશ્વ ભરમાં ટ્વીટરના 32.6 કરોડ યૂઝરો છે. ટ્વીટરે સોમવારે રાત્રે જાહેરાત કરતા જણાવ્યું કે, આ ફીચર એન્ડ્રોઇડ અને IOS બંન્ને યૂઝરો માટે ઉપલબ્ધ છે. ટ્વીટ સ્પોર્ટે ટ્વીટ કર્યું, 'કોઈ કોમેન્ટ રીટ્વીટ કર પોતાની ભાવનાઓ જણાવવી આસાન છે.' એક ડગલું આગળ વધીને તેમાં મીડિયા પણ જોડી લો તો? આજથી શરૂ આ ફીચર મુજબ તમે રીટ્વીટમાં ફોટોઝ, એક જીઆઈએફ કે એક વીડિયો પણ એક કરી શકશો. 

આ ફીચર ટ્વીટરની મોબાઇલ વેબસાઇટ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. ધ વર્જે ટ્વીટર પ્રવક્તાના હવાલાથી જણાવ્યું, 'અમને જાણવા મળ્યું કે લોકોને મીડિયાની સાથે રીટ્વીટ કરી સમજાવવું પડકારજનક હતું.' આ લેઆઉટને કારણે હતું, જેમાં બે મોટા ટ્વીટ એક-બીજા પર સંમેલિત થઈ જતા હતા. રિપોર્ટ અનુસાર, તેના સમાધાન માટે ટ્વીટરે હવે મૂળ ટ્વીટના આકારને અપેક્ષાકૃત નાનો કરી દીધો છે, અને રીટ્વીટ કરનારા યૂઝરોની મીડિયાને પૂરો આકાર પ્રદાન કરવામાં આવ્યો છે. 

પરંતુ ડેસ્કટોપ પર આ ફીચરની ઉપલબ્ધતા અને સંચાલનની સંપૂર્ણ જાણકારી હજુ પણ સ્પષ્ટ નથી. રિપોર્ટ અનુસાર, જો તમે તેને ડેસ્કટોપ બ્રાઉઝર પર જુઓ છો, તો તે તમને હમણા મળશે નહીં. આશા છે કે તેને ટ્વીટર ઝડપથી યોગ્ય કરશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news