Airtel નો ધાંસૂ પ્લાન, 1 રૂપિયામાં 1GB ડેટા અને ફ્રી ડિઝ્ની+હોટસ્ટારની સાથે અનલિમિટેડ કોલિંગ
કંપનીની પાસે શાનદાર બેનિફિટ ઓફર કરનાર પ્રીપેડ પ્લાનનું લાંબુ લિસ્ટ છે. આ પ્લાન વચ્ચે એરટેલનો એક પ્લાન એવો છે, જેમાં તમને 5 રૂપિયામાં 1જીબી ડેટાની સાથે ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની યૂઝર્સને પોતાની તરફ આકર્ષવા માટે નવા-નવા પ્લાન ઓફર કરી રહી છે. આ કડીમાં એરટેલે પણ પોતાના યૂઝર્સને ઓછી કિંમતમાં બેસ્ટ ડીલની ઓફર કરી છે. કંપનીની પાસે શાનદાર બેનિફિટ ઓફર કરનાર પ્રીપેડ પ્લાનનું લાંબુ લિસ્ટ છે. આ પ્લાન વચ્ચે એરટેલનો એક પ્લાન એવો છે, જેમાં તમને 5 રૂપિયામાં 1જીબી ડેટાની સાથે ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. આવો જાણીએ વિગત...
એરટેલના આ પ્લાનમાં મળશે 5 રૂપિયામાં 1જીબી ડેટા
એરટેલના પ્રીપેડ પ્લાનના લિસ્ટમાં 448 રૂપિયાનો એક પ્લાન હાજર છે. આ પ્લાન બેનિફિટ્સના મામલામાં જબરદસ્ત છે. 28 દિવસની વેલિડિટી સાથે આવનારા આ પ્લાનમાં તમને દરરોજ 3જીબી ડેટા મળશે. દરરોજ 100 ફ્રી એસએમેસ આપનારા આ પ્લાનમાં દેશભરમાં કોઈપણ નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગનો ફાયદો આપવામાં આવી રહ્યો છે.
આ પ્લાનની સૌથી મોટી ખુબી છે કે તેમાં તમને ડિઝ્ની+હોટસ્ટાર VIP નું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. જો તમે એરટેલના યૂઝર છો તો આ પ્લાનમાં તમને ફ્રીમાં એક વર્ષનું હોટસ્ટારનું સબ્સક્રિપ્શન પણ મળશે. આ સબ્સક્રિપ્શન તમે અલગથી લો તો તમારે એક વર્ષ માટે 399 રૂપિયા ચુકવવા પડે છે.
હવે વાત કરીએ કઈ રીતે પ્લાનમાં 5 રૂપિયાની કિંમતમાં 1 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં કંપની દરરોજ 3જીબી ડેટા ઓફર કરી રહી છે અને આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેવામાં પ્લાનમાં મળનાર કુલ ડેટા 84 જીબી થાય છે.
આ પ્રમાણે જોવામાં આવે તો પ્લાનમાં ઓફર કરવામાં આવેલ 1જીબી ડેટાની કિંમત લગભગ 5.3 રૂપિયા થઈ. શાનદાર વાત છે કે આ પ્લાનમાં ફ્રી મૂવી, વેબ સિરીઝની સાથે ઘણા બીજા એન્ટરટેનિંગ કન્ટેન્ટને જોવા માટે ડિઝ્ની+હોટસ્ટારનું વીઆઈપી ફ્રી એક્સેસ પણ આપવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે