Tech Tips: કોઈ બીજું તો જોઈ રહ્યું નથી'ને તમારું WhatsApp? ફટાફટ ઓન કરી દો આ બટન
Tech Tips: કોઈ બીજું તો નહીં જોઈ રહ્યું તમારું WhatsApp? જાણો તમે પોતાના WhatsApp એકાઉન્ટને મિનિટોમાં કેવી રીતે સિક્યોર કરી શકો છો.
Trending Photos
WhatsApp Tips and Tricks: દુનિયાભરમાં WhatsApp ના ઘણા યૂઝર્સ છે. WhatsApp પર નવા નવા અપડેટ્સ આવતા રહે છે. ભાગ દોડ ભરી જિંદગીમાં અમુક અપડેટ્સ વિશે જાણકારી મળી જાય છે પરંતુ સૌથી વધુ અપડેટ્સ વિશે જાણકારી ચૂકી જાવ છો. તમને જણાવીએ કે વોટ્સએપનું તે ફીચર જેનાથી તમે પોતાના એકાઉન્ટને સિક્યોર કરીને રાખી શકો છો.
WhatsApp પર ચેટ લોક અને એપ લોકની સુવિધા ઉપલબ્ધ છે. જો કે, અગાઉ કેટલાક યુઝર્સ WhatsAppને લોક કરવા માટે થર્ડ પાર્ટી App નો ઉપયોગ કરતા હતા. જો તમારું પણ WhatsApp પણ અપડેટ છે તો તમે માત્ર ચેટ જ નહીં પણ એપને પણ લોક કરી શકો છો. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
પ્રાઈવસીમાં ગયા પછી તમને ઘણા વિકલ્પો જોવા મળશે. નીચે સ્ક્રોલ કરવાથી તમને 2 વિકલ્પો દેખાશે. આમાંથી પહેલું એપ લોક છે અને બીજું ચેટ લોક છે. WhatsApp લૉકને સક્ષમ કરીને તમે તમારી WhatsApp ઍપને લૉક કરી શકો છો. આવી સ્થિતિમાં જો કોઈ તમારા સ્માર્ટફોન પર WhatsApp ચેક કરવાનો પ્રયાસ કરે છે, તો તેના માટે પહેલા પાસવર્ડ નાખવો જરૂરી રહેશે.
આ સિવાય જો તમે માત્ર પસંદ કરેલી ચેટને લોક કરવા માંગો છો, તો તમે WhatsApp ચેટ લોકનો ઉપયોગ કરી શકો છો.
WhatsApp Chat Lock નો ઉપયોગ કેવી રીતે કરવો?
WhatsApp Chat Lock નો ઉપયોગ કરવા માટે પહેલા તમે જે ચેટને લૉક કરવા માંગો છો તેને પસંદ કરો. તે પછી આઇફોન યુઝર્સ લાંબા સમય સુધી પ્રેસ કરે છે, અહીં તમને લોક ચેટનો વિકલ્પ દેખાશે. તમે તમારા સ્માર્ટફોનથી તેને ટચ કરીને તેનો ઉપયોગ કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે