તમારો જૂનો ફોન વેચતા પહેલાં આટલી વાતનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો પૈસા અને Private Data બન્નેથી ધોવા પડશે હાથ

આજકાલ રોજ નવી નવી ટેકનોલોજી આવતી હોય છે. એમાંય મોબાઈલ કંપનીઓ તેમના મોડલમાં અલગ અલગ ફેરફાર કરીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરતી રહે છે. 

તમારો જૂનો ફોન વેચતા પહેલાં આટલી વાતનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો પૈસા અને Private Data બન્નેથી ધોવા પડશે હાથ

નવી દિલ્લીઃ નવો સ્માર્ટફોન ખરીદતા સમયે લોકો મોટાભાગે જૂનો એક્સચેન્જ કરે છે અથવા તો પછી દુકાનદારને વેચી નાખે છે. સ્માર્ટફોન વેચતા પહેલા આપણે તેમાથી તમામ ડેટા તો ડિલીટ કરીએ છીએ કે પછી ફેક્ટરી રિસેટ કરીએ છીએ, પણ આ પૂરતુ નથી હોતું. કારણે ડેટા લિક અને હેકિંગની ઘટનાઓ કેટલાક વર્ષોથી વધી ગઈ છે. તો ચાલો તમને જણાવીએ કે ફોન વેચતા સમયે કઈ કઈ વસ્તુઓનું વધારે ધ્યાન રાખવુ જોઈએ.

No description available.
 

ડેટા બેકઅપ કરો:
સ્માર્ટફોન વેચતા પહેલા તમારા જરૂરી ડેટાનો બેકઅપ લેવો જોઈએ. જેથી તમારો ડેટા ક્યારેય લીક નહીં થાય. બેકઅપ માટે આપને સેટિંગમાં જઈને બેકઅપ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આવુ કરવાથી આપની તમામ તસવીરો, દસ્તાવેજ અને વીડિયો ગૂગલ ડ્રાઈવમાં સેવ થાય છે.

ડેટા કરી ડિલીટ: 
ડેટા ભલે તમે ગમે તેવી રીતે ડિલીટ કર્યો હોય પણ તે ફોનમાં હંમેશા રહી જાય છે. તેવામાં આ ડેટાને ડિલીટ કરવા માટે આપને Sherid એપ ડાઉનલોડ કરવાની રહેશે. તે પછી તેમા આપને એલ્ગોરિથમ સિલેક્ટ કરવાનું રહેશે. અને ત્યારપછી તમારો ડેટા હંમેશા માટે ડિલીટ થઈ જશે.

No description available.

આવી રીતે પણ કરી શકો છો ડિલીટ:
Encrypt Device storage- આ ઓપ્શન સુનિશ્ચિત કરે છે પહેલા જ્યારે ફોનને રિસેટ કરીએ ત્યારે તમામ ડેટા એક અલગ જ ફોર્મેટમાં ચેન્જ થઈ જાય છે અને એન્ડ્રોઈડ ફોનને રિસેટ કર્યા પછી તે ડેટા કોઈ કામનો નથી રહેતો.

પાસવર્ડ જરૂરથી હટાવો:
આપ આપના ફોનમાં સેવ કરેલો પાસવર્ડ જરૂરથી હટાવો. આનાથી આપ સિક્યોર થઈ શકો છો. આપને બ્રાઉઝરની પ્રોફાઈલમાં જઈને સેવ પાસવર્ડના વિકલ્પમાં જઈને હટાવો પડશે.

Banking અને Gmail અકાઉન્ટને હટાવી લો:
બેન્કિંગની જેટલી પણ એપ આપના ફોનમાં હોય તે ડિલીટ કરી લો. તેમા જો અગર ઓટોમેટિક પાસવર્ડ સેટ હોય તેને લેપટોપ કે કોમ્પ્યુટરમાંથી બદલી લો. તે સિવાય તમારા Gmail અકાઉન્ટને પણ લોગઆઉટ કરી લો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news