હવે વોટ્સએપમાં પણ ઇન્સ્ટાગ્રામ જેવી ફિલિંગ આવશે, જાણો શું થયા છે નવા ફેરફાર
આજના આધુનિક યુગમાં વોટ્સએપ દરેક વ્યક્તિની જરૂરીયાત બની ગયું છે. કોઈ વ્યક્તિ સાથે સંપર્ક સાધવા માટે વોટ્સએપ મહત્વની કડી બની ગયું છે. ત્યારે યુઝર્સની સુવિધા માટે વોટ્સએપ પણ નવા નવા ફિચર લોંચ કરે છે. ત્યારે નવા આવી રહેલા ફિચરથી હવે વોટ્સએપમાં પણ ઈન્ટાગ્રામ જેવી મજા માણી શકાશે.
Trending Photos
ઝી બ્યુરો: વોટ્સએપ હાલ અનેક નવા ફિચર્સ લાવ્યું છે. તો અન્ય કેટલા ફિચર્સ પર હાલ કામ પણ ચાલી રહ્યું છે. એવા જ એક ફિચર્સ વોટ્સએપ બીટા વર્ઝનમાં અપગ્રેટ કરવામાં આવ્યું છે. જેનાથી વોટ્સએપ સ્ટેટસના આ ફિચરને લોકો ખુબ જ પસંદ કરે તેવી આશા છે. જો કે તેનો લાભ યુઝર્સને ક્યારે મળશે તે જાણવું પણ ખુબ જરૂરી છે.
વોટ્સઅપ પર ઈન્ટાગ્રામ જેવી મજા
વોટ્સએપ બીટા વર્ઝનમાં એક નવું ફીચર જોવા મળ્યું છે. જેમાં યુઝર્સને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીની જેમ ચેટમાં પણ વોટ્સએપ સ્ટેટસ જોવા મળશે. WABetaInfo એ આ ફીચર વિશે માહિતી શેર કરી છે. જેની સુવિધાથી યુઝર્સને વોટ્સએપ વાપરવામાં વધુ મજા આવશે.
શું છે નવા ફિચર્સમાં?
લેટેસ્ટ વોટ્સએપ ફીચર એપની iOS વર્ઝન અને એન્ડ્રોઇડ વર્ઝન બંનેમાં મજા માણી શકાશે. આ ફીચર એ રીતે કામ કરશે કે જ્યારે પણ તમારો કોઈ કોન્ટેક્ટ નવું સ્ટેટસ અપડેટ કરશે ત્યારે તે તમને ચેટ પર જ દેખાશે. એટલે કે તેના પ્રોફાઈલ ફોટો પર એક સર્કલ દેખાશે. તેના પર ક્લિક કરીને તમે સામેવાળી વ્યક્તિનું સ્ટેટસ જોઈ શકશો. રિપોર્ટ મુજબ આ ફીચર થોડા દિવસો પહેલા એન્ડ્રોઇડ વર્ઝનમાં જોવા મળ્યું હતું.
પસંદન ના આવે તો તમે બંધ કરી શકશો
જો તમને WhatsApp સ્ટેટસ સાથે જોડાયેલ આ ફીચર પસંદ નથી આવતું તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પસંદ ના આવે તો તમે આ ફીચરને બંધ પણ કરી શકો છો. આવું કરવાથી તમને પહેલાની જેમ વોટ્સએપ જોવા મળશે. જો કે બીટા વર્ઝનમાં આ ફીચર દરેક માટે બહાર પાડવામાં આવ્યું નથી.
કોને મળશે નવા ફીચરનો લાભ?
દરેક યુઝર્સ માટે વોટ્સએપનું આ નવું ફિચર આવતા હજુ સમય લાગશે. હાલ કેટલાક પસંદગીના બીટા યુઝર્સને આ સુવિધા મળી રહી છે. બાકીના યુઝર્સ માટે આગામી સમયમાં આ ફીચર લોન્ચ કરવામાં આવશે. જો કે તેમાં કેટલો સમય લાગશે તેની હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ સિવાય વોટ્સએપ અન્ય ઘણા ફીચર્સ પર પણ કામ કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ તમને ગ્રુપમાં તમારો નંબર હાઈડ કરવાથી લઈને સાયલન્ટ ગ્રુપ એક્ઝિટ સુધીની સુવિધાઓ મળશે. હાલ આ ફીચર્સ માત્ર બીટા વર્ઝનમાં જ જોવામાં મળે છે. તાજેતરમાં કંપનીએ DP અને સ્ટેટસ અંગેના નવા ફીચર્સ સ્થિર વપરાશકર્તા માટે બહાર પાડ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે