કુંભકર્ણ ટેક્નોક્રેટ હતો... છુપાઈને બનાવતો હતો હથિયાર, 6 મહિના સૂવાની વાત અફવાઃ આનંદીબેન પટેલ
આનંદીબેન પટેલે કહ્યું કે કુંભકરણ છ મહિના સૂતો નહોતો પરંતુ ગુપ્ત રીતે રિસર્ચ કરી યંત્રો બનાવતો હતો. રાજ્યપાલે કહ્યું કે રાવણે આ વાત છુપાવવા માટે અફવા ફેલાવી કે કુંભકરણ છ મહિના સૂવે છે.
Trending Photos
લખનૌઃ રામાયણની કહાની તમે બધાએ સાંભળી હતી. તેમાં કુંભકર્ણનો ઉલ્લેખ થાય છે. અત્યાર સુધી આપણે બધા તે જાણીએ છીએ કે કુંભકર્ણ રાવણનો ભાઈ હતો અને તે છ મહિના સુધી સૂતો રહેતો અને છ મહિના સુધી જાગતો રહેતો હતો. આપણે પણ મજાકમાં કોઈ વધુ સમય સૂવે તો તેની સરખામણી કુંભકર્ણ સાથે કરીએ છીએ. પરંતુ હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંતીબેન પટેલે કુંભકર્ણ પર એક નવી કહાની જણાવી છે.
કુંભકર્ણ ટેક્નોક્રેટ હતોઃ આનંદીબેન પટેલ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે કુંભકર્ણને લઈને એક નવો દાવો કર્યો છે. રામાયણમાં ઉલ્લેખ કરાયેલા કુંભકર્ણના પાત્રને લઈને આનંદીબેન પટેલે કહ્યું કે તે ટેક્નોક્રેટ હતો. કુંભકર્ણ ટેક્નોલોજીનો નિષ્ણાંત હતો. તેમણે કહ્યું કે રાવણે આ વાત બધાની છુપાવી હતી અને અફવા ફેલાવી હતી કે કુંભકર્ણ છ મહિના સુધી સૂતો રહે છે.
कुंभकरण 6 महीने सोता था, ये बात सच नहीं है.
कुंभकरण technocrat था.
वो टेक्नोलॉजी जानता था. ये टेक्नोलॉजी दूसरे देश न जाए इसलिए गुप्त तरीके से यंत्र बनाता रहता.
रावण का आदेश था- आपको 6 महीने तक बाहर नहीं निकलना है. ये काम यंत्रशाला में बैठकर करना है.
और अफवाह फैलाई कि कुंभकरण… pic.twitter.com/AQdjYRWcZL
— Ranvijay Singh (@ranvijaylive) November 18, 2024
આનંદીબેને કહ્યું કે કુંભકર્ણ છ મહિના સૂતો નહોતો પરંતુ તે ગુપ્ત રીતે સંશોધન કરી યંત્રો બનાવી રહ્યો હતો. તેના કામમાં ખલેલ ન પડે તે માટે છ મહિના સુધી સૂવાની અફવા રાવણે ફેલાવી હતી. આનંદીબેને કહ્યું કે આપણી પાસે આ નોલેજ નથી પરંતુ પૌરાણિક પુસ્તકોમાં આ બધા ઉલ્લેખ છે.
આ કાર્યક્રમમાં બોલી રહ્યાં હતા આનંદીબેન
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ લખનૌના ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી ભાષા યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં સંબોધન કરી રહ્યાં હતા. તેમણે આ દરમિયાન કુંભકર્ણ વિશે વાત કરી હતી. હાલ તો સોશિયલ મીડિયામાં આનંદીબેનનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે