શું તમને પણ મોબાઈલ પુરો 100% ચાર્જ કરવાની આદત છે? જાણો આવું કરવું કેમ છે ખુબ જોખમી

અનેક લોકો સ્માર્ટ ફોનને ચાર્જ કરવામાં અનેક ભૂલો કરે છે. ક્યારેય પણ મોબાઈલને આખી રાત ચાર્જિંગમાં ન રાખવો જોઈએ. ફૂલ ચાર્જ થયા બાદ પણ ચાર્જિંગમાં લગાવી રાખવામાં આવે તો સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થવાની સંભાવના વધી જાય છે.

શું તમને પણ મોબાઈલ પુરો 100% ચાર્જ કરવાની આદત છે? જાણો આવું કરવું કેમ છે ખુબ જોખમી

Mobile Tips: મોબાઈલ હવે આપણી જિંદગીનો ભાગ બની ગયો છે. આપણા રોજબરોજના કામ માટે પણ આપણે મોબાઈલ પર આધાર રાખીએ છે. સ્માર્ટ ફોન ન હોય તો આપણા અનેક કામો રોકાઈ જાય છે. બેંકિંગથી લઈને શોપિંગ સુધી બધુ સ્માર્ટફોનથી જ થાય છે. અને સોશિયલ મીડિયાનું તો જાણે લોકોને બંધાણ થઈ ગયું છે. ફોનના વધુ ઉપયોગથી તેની બેટરી જલ્દી ઉતરે છે અને લોકો તેને ચાર્જિંગમાં મુકતા હોય છે. અનેક લોકો તો ફોન ફૂલ ચાર્જ થઈ જાય ત્યાં સુધી તેને હટાવતા નથી. પરંતુ શું તમને ખબર છે કે, આવું કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે.

સ્માર્ટ ફોનની બેટરીના 100 ટકા ચાર્જ કરવાથી તમારા ફોન પર ખરાબ અસર પડે છે. સ્માર્ટ ફોનની લાઈફ વધારવા માટે જરૂરી છે કે તમે તેને યોગ્ય રીતે ચાર્જ કરો. જો તમે તમારા ફોનને 100 ટકા ચાર્જ કરો છો તો તેને ખરાબ થવાના ચાન્સિસ વધી જાય છે. આવી અનેક વાતો તમે સાંભળી હશે. તો ચાલો આજે તેની પાછળનું સાયન્સ પણ જાણી લઈએ. 

આ છે કારણ-
ફોનની બેટરી લીથિયમ આયનની બનેલી હોય છે. લિશિયમ આયનની બેટરી એ સમયે બેસ્ટ પર્ફોર્મન્સ આપે છે જ્યારે તે 30 થી 50 ટકા ચાર્જ્ડ હોય છે. એવામાં વારંવાર તો તમે 100 ટકા બેટરી ચાર્જ કરો છો તો તે ફોન માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે.

વૈજ્ઞાનિક રીતે વાત કરીએ તો એક લીથિયમ આયનની બેટરીની એવરેજ લાઈફ 2 થી 3 વર્ષની માનવામાં આવે છે. તમે તમારા ફોનની બેટરીને 300 થી 500 ચાર્જ કરી શકો છો. જેનો અર્થ એવો છે કે કોઈ પણ સ્માર્ટફોનને 0 થી 100 ટકા સુધી માત્ર 300 થી 500 વાર જ ચાર્જ કરી શકાય છે. જો તમે આ લિમિટ થઈ ગયા બાદ પણ બેટરીને ફૂલ ચાર્જ કરો છો તો સ્માર્ટફોન ખરાબ થઈ શકે છે.

ન કરો આ ભૂલ-
અનેક લોકો સ્માર્ટ ફોનને ચાર્જ કરવામાં અનેક ભૂલો કરે છે. ક્યારેય પણ મોબાઈલને આખી રાત ચાર્જિંગમાં ન રાખવો જોઈએ. ફૂલ ચાર્જ થયા બાદ પણ ચાર્જિંગમાં લગાવી રાખવામાં આવે તો સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થવાની સંભાવના વધી જાય છે.

ક્યારેય સ્માર્ટફોનને લોકલ ચાર્જરથી ચાર્જ ન કરવો જોઈએ. મોબાઈલને હંમેશા ઓરિજિનલ ચાર્જરથી જ ચાર્જ કરવો જોઈએ. આ સાથે જ એક સ્માર્ટ ફોનને ક્યારેય અન્ય સ્માર્ટફોનના ચાર્જરથી ચાર્જ ન કરવો જોઈએ. સ્માર્ટ ફોનની બેટરી લાઈફ વધારવા માટે એ ધ્યાન રાખવું જરૂરી છે કે, ક્યારેય તેને સાવ ડાઉન ન થવા દો. 20 ટકાથી નીચે બેટરી ન જવા દેવી જોઈએ. બેટરી વધુ લો થવા પર તેના પર દબાણ આવે છે અને તેની બેટરી લાઈફ ઓછી થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news