5 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 3 કારના દીવાના છે લોકો, માઈલેજમાં પણ છે શાનદાર

જો તમે પણ કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો અને તમારૂ બજેટ ઓછું છે તો અમે તમને ત્રણ સસ્તી કારની માહિતી આપી રહ્યાં છીએ. આ કાર માટે તમારે કોઈ લોન કે ફાયનાન્સની પણ જરૂર પડશે નહીં. 

5 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 3 કારના દીવાના છે લોકો, માઈલેજમાં પણ છે શાનદાર

નવી દિલ્હીઃ જો તમે પણ તમારી પ્રથમ કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો પરંતુ તમારૂ બજેટ ઓછું છે. ત્યારે પણ તમે તમારા માટે બેસ્ટ કાર પ્લાન કરી શકો છો. તે માટે તમારે કોઈ લોન કે ફાયનાન્સની જરૂર પડશે નહીં. અમે અહીં તમને એવી ત્રણ કાર વિશે જણાવી રહ્યાં છીએ જેની કિંમત 5 લાખ રૂપિયાથી ઓછી છે. આ લિસ્ટમાં મારૂતિના 2 અને રેનોનું 1 મોડલ સામેલ છે. ખાસ વાત છે કે આ કારોની કિંમત 3.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે કોઈપણ મોડલ 4.70 લાખથી વધુ મોંઘુ નથી. આવો આ કાર વિશે જાણીએ..

1. મારૂતિ અલ્ટો K10 (Maruti Alto K10)
આ કારની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 3.99 લાખ રૂપિયા છે. તેમાં  998cc એન્જિન મળે છે. તમે તેને સીએનજી ઓપ્શનમાં પણ ખરીદી શકો છો. પેટ્રોલ એન્જિન 22.97 kmpl ની માઇલેજ આપે છે, જ્યારે સીએનજીની માઇલેજ 33.85 Km/Kg સુધી છે. તે અપડેટેડ પ્લેટફોર્મ Heartect પર બેસ્ડ છે. નવી અલ્ટો K10 માં 7 ઈંચ ફ્લોટિંગ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ એપલ કાર પ્લે, એન્ડ્રોયડ ઓટો સિવાય સુએસબી, બ્લૂટૂથ અને ઓક્સ કેબલને પણ સપોર્ટ કરે છે. આ હેચબેકમાં એન્ટ્રી-લોક બ્રેકિંગ સિસ્ટમની સાથે ઈલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD),રિવર્સ પાર્કિંગ સેન્સર મળશે. આ સાથે કારમાં પ્રી-ટેન્શનર એન્ડ ફોર્સ લિમિટ ફ્રંટ સીટ બેલ્ટ મળશે. સુરક્ષિત પાર્કિંગ માટે તેમાં રિવર્સ પાર્કિંગ સેન્સર પણ મળશે.

2. મારૂતિ એ-પ્રેસો (Maruti S-Presso)
આ કારની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 4.27 લાખ રૂપિયા છે. તેમાં 998cc નું એન્જિન મળે છે. આ કારને તમે CNG ઓપ્શનમાં પણ ખરીદી શકો છો. પેટ્રોલ એન્જિન 24.14 કિમીની માઇલેજ આપે છે. જ્યારે CNG ની માઇલેજ 32.73 Km/Kg સુધી છે. ફીચર્સની વાત કરીએ તો તેમાં તમને એપલ કારપ્લે અને એન્ડ્રોયડ ઓટો કનેક્ટિવિટીવાળું 7 ઈંચનું ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ એન્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ફ્રંટ પાવર વિન્ડો અને કી-લેસ એન્ટ્રી સ્ટેબિલિટી પ્રોગ્રામ, હિલ હોલ્ડ અસિસ્ટ, ઈલેક્ટ્રિક એડઝેસ્ટેબલ ORVM અને કેબિનમાં એર ફિલ્ટર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

3. રેનો ક્વિડ (Renault KWID)
આ કારની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 4.69 લાખ રૂપિયા છે. તેમાં 998cc નું એન્જિન મળે છે. પેટ્રોલ એન્જિન 17 kmpl ની માઇલેજ આપે છે. તેના ફીચર્સની વાત કરીએ તો તેમાં એન્ડ્રોયડ ઓટો, એપલ કારપ્લે, જિયો પ્લેબેક અને વોયર રિકગ્નિશની સાથે ફર્સ્ટ ઇન ક્લાસ 8 ઈંચ ટચસ્ક્રીન MediaNAV ઈવોલ્યૂશન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. તેમાં રિવર્સ પાર્કિંગ કેમેરા, ડુઅલ ફ્રંટ એરબેગ, એબીએસ અને ઈબીડી, સીટ બેલ્ટ રિમાઇન્ડર, ઓવરસ્પીડ એલર્ટ, રિવર્સ પાર્કિંગ સેન્સર અને પ્રી-ટેન્શનર જેવા ફીચર્સ હાજર છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news