પૈસા વસૂલ પ્લાન! Jio આપી રહ્યું છે દરરોજ 1.5GB ડેટા સહિત 84 દિવસની વેલિડિટી
જિયો એક પ્રીપેડ પ્લાન ઉપલબ્ધ કરાવી રહ્યો છે, જેને 739 રૂપિયામાં ખરીદી શકાશે. તેમાં યૂઝર્સને દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. તો અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સ માટે એવા ઘણા પ્લાન્સ ઉપલબ્ધ કરાવી રહી છે જે ઘણા બમ્પર બેનિફિટ્સની સાથે આવે છે. જિયો કંપની 739 રૂપિયાનો પ્લાન આપી રહી છે, જેમાં ડેલી ડેટા સહિત અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. માત્ર એટલું જ નહીં, જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. આવો જાણીએ આ પ્લાનમાં કયા-કયા બેનિફિટ્સ આપવામાં આવી રહ્યાં છે.
Jio નો 739 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની કિંમત 739 રૂપિયા છે. તેમાં યૂઝર્સને 84 દિવસની વેલિડિટી મળે છે. દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવશે. આ વેલિડિટી દરમિયાન કુલ 126 જીબી ડેટા આપવામાં આવશે. આ સિવાય અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. તો દરરોજ 100 SMS આપવામાં આવી રહ્યાં છે. JioSaavn Pro, JioTv, JioCinema, JioSecurity, JioCloud નું સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. સાથે અનલિમિટેડ 5જી ડેટાની સુવિધા આપવામાં આવી રહી છે.
Airtel નો 719 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની કિંમત પણ તેની આસપાસ છે. તેમાં 719 રૂપિયાનું રિચાર્જ કરાવી શકાય છે. આ પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે, જેમાં 84 દિવસની વેલિડિટી મળે છે. આ વેલિડિટી દરમિયાન કુલ 126 જીબી ડેટા આપવામાં આવે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 100 એસએમએસ આપવામાં આવી રહ્યાં છે. આ સાથે એપોલો 24/7 સર્કલનું સબ્સક્રિપ્શન, ફ્રી હેલોટ્યૂન અને વિંક મ્યુઝિકનું સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે