Hero નું શાનદાર માઈલેજ સ્કૂટર, કિંમત 70 હજારથી ઓછી; દમદાર છે ફીચર્સ

Hero 110cc Scooter: માર્કેટમાં તમારી પાસે 110cc થી 125cc સુધીના ઘણા સ્કૂટર છે. પરંતુ આજે અમે તમને Hero MotoCorp ના સસ્તા અને લેટેસ્ટ સ્કૂટર વિશે જણાવી રહ્યા છીએ, જે ઘણી બધી સુવિધાઓની સાથે સારી માઈલેજ પણ આપે છે.

Hero નું શાનદાર માઈલેજ સ્કૂટર, કિંમત 70 હજારથી ઓછી; દમદાર છે ફીચર્સ

Hero Xoom 110 Price and Features: ભારતીય ગ્રાહકોમાં મોટરસાઇકલ જેટલી માંગ સ્કૂટરની છે. સ્કૂટર પર સવારી માત્ર આરામદાયક નથી, પરંતુ ગિયર્સ બદલવાની કોઈ ઝંઝટ પણ નથી. બજારમાં હોન્ડાથી લઈને સુઝુકી, ટીવીએસ અને હીરો મોટરકોર્પના અલગ-અલગ સ્કૂટર વેચાય છે. માર્કેટમાં 110cc થી 125cc સુધીના ઘણા સ્કૂટર ઉપલબ્ધ છે. પરંતુ આજે અમે તમને Hero MotoCorp ના સસ્તા અને લેટેસ્ટ સ્કૂટર વિશે જણાવી રહ્યા છીએ, જે ઘણી બધી સુવિધાઓની સાથે સારી માઈલેજ પણ આપે છે.

Hero MotoCorp એ થોડા સમય પહેલા ભારતમાં તેનું Xoom 110 સ્કૂટર (Hero Xoom 110) લોન્ચકર્યું છે. આ કંપનીનું લેટેસ્ટ સ્પોર્ટી સ્કૂટર છે. ડિઝાઇનની વાત કરીએ તો Hero Zoom 110માં H-Shape LED DRLs અને પ્રોજેક્ટર LED હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે. તેની સૌથી મોટી વિશેષતા કોર્નરિંગ લેમ્પ્સ છે, જે સેગમેન્ટ-ફર્સ્ટ ફીચર છે. આ ફીચર સામાન્ય રીતે પ્રીમિયમ મોટરસાઈકલમાં જોવા મળે છે.

સુવિધાઓની લાંબી સૂચિ
હીરો Xoom 110 ને બ્લૂટૂથ કનેક્ટિવિટી, i3S સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ, USB ચાર્જર અને બૂટ લાઇટ સાથે અન્ડર-સીટ સ્ટોરેજ મળે છે. સ્કૂટરમાં 12-ઇંચના ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ અને કોમ્બી-બ્રેકિંગ સાથે ફ્રન્ટ ડિસ્ક બ્રેક છે. બ્લૂટૂથ કનેક્ટિવિટી ફીચર્સ કૉલ અને એસએમએસ એલર્ટ, લો-ફ્યુઅલ ઈન્ડિકેટર, થેફ્ટ એલર્ટ, ટ્રેક-માય-વ્હીકલ જેવી સુવિધા પણ મળે છે.

એન્જિન અને માઇલેજ
તેમાં 109 cc સિંગલ-સિલિન્ડર, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 8 bhp અને 8.7 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તે 45-50kmpl ની માઈલેજ મેળવી શકે છે.

કિંમત અને સ્પર્ધા
સ્કૂટરના બેઝ LX વેરિઅન્ટની કિંમત રૂ. 69,099 થી શરૂ થાય છે, ટોપ-સ્પેક ZX વેરિઅન્ટ માટે રૂ. 77199 સુધી જાય છે. તમામ કિંમતો એક્સ-શોરૂમ દિલ્હીની છે. તે Honda Dio, Honda Activa અને TVS Jupiter 110ને સીધી ટક્કર આપી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news