હોંગકોંગમાં ચીનનો કાયદો લાગૂ થયા બાદ Facebook, Twitter એ આપ્યો મોટો આંચકો

ફેસબુક, ટેલીગ્રામ અને વોટ્સઅપએ પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે તે હોંગકોંગ સરકાર દ્વારા યૂઝર્સ ડેટાના નિવેદનને સ્વિકાર નહી કરે. ટ્વિટરે કહ્યું કે 'ટ્વિટર અભિવ્યત્કિની આઝાદીની ચિંતા કરે છે.

હોંગકોંગમાં ચીનનો કાયદો લાગૂ થયા બાદ Facebook, Twitter એ આપ્યો મોટો આંચકો

હોંગકોંગ: ફેસબુક, ગૂગલ અને ટ્વિટરે સોમવારે કહ્યું કે તેમણે ચીનનો સુરક્ષા કાયદો લાગૂ થયા બાદ હોંગકોંગ સરકાર દ્વારા માંગવામાં આવી રહેલી યૂઝર્સની જાણકારી આપવાનું બંધ કરી દીધું છે. ફેસબુક (Facebook) પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રાના એક મૌલિક માનવીય અધિકાર છે. અમે લોકોની સુરક્ષા માટે કોઇપણ ડર વિના પોતાની વાત રાખવા માટે અધિકારનું સમર્થન કરે છે.   

ફેસબુક, ટેલીગ્રામ અને વોટ્સઅપએ પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે તે હોંગકોંગ સરકાર દ્વારા યૂઝર્સ ડેટાના નિવેદનને સ્વિકાર નહી કરે. ટ્વિટરે કહ્યું કે 'ટ્વિટર અભિવ્યત્કિની આઝાદીની ચિંતા કરે છે. અમે યૂઝર્સની અભિવ્યક્તિની આઝાદીની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.'

સોશિયલ મીડિયા કંપનીનું કહેવું છે કે તે સુરક્ષા કાનૂનના નિહિતાર્થોનું આંકલન કરી રહી છે. જેના હેઠળ તે વસ્તુઓને પ્રતિબંધિત કરવામાં આવી છે, બીજિંગ અલગાવવાદી, વિધ્વંસક અથવા આતંકવાદી ગતિવિધિઓ અથવા શહેરના આંતરિક મામલામાં વિદેશી હસ્તક્ષેપના રૂપમાં જુએ છે. ગૂગલના એક પ્રવક્તાએ કહ્યું કે 'ગત બુધ્વારે, જ્યારે કાયદો લાગૂ થયો તો અમે હોંગકોંગના અધિકારીઓ સાથે કોઇપણ પ્ર્કારના નવા ડેટા આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમે નવા કાયદાના ડિટેલની સમીક્ષા કરવાનું ચાલુ રાખશું. 

TikTok એ પણ બંધ કરી સેવાઓ-
ટિકટોકના એક નિવેદનમાં કહ્યું કે તાજેતરમાં ગતિવિધિઓને જોતાં હોંગકોંગમાં પોતાની સેવાઓ રોકવાનો નિર્ણય લીધો છે. 

તમને જણાવી દઇએ કે હોંગકોંગમાં ગત અઠવાડિયે લાગૂ આ રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન હેઠળ પોલીસને વ્યાપક અધિકાર પ્રાપ્ત છે. જેના હેઠળ તેમને વોરન્ટ તલાશી લેવા, સંદિગ્ધોને શહેર છોડવા પર રોકવા અને સંચાર બાધિત કરવા સહિત તમામ અન્ય કાર્યવાહી કરવાની પરવાનગી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news