અલ્ટો, વેગનઆર ભૂલી જશો...મિડલ ક્લાસવાળા તો આંખો બંધ કરીને ખરીદે છે આ કાર, માઈલેજ-ફીચર્સમાં નંબર 1, સેફ્ટી તો જબરદસ્ત!
ફ્યૂલ એફિશિયન્ટ એન્જિન અને ઉત્તમ ફિચર્સ સાથે આવતી આ સસ્તી કારો દરેક રીતે સામાન્ય માણસનું મન જીતવામાં સફળ રહે છે. જો કે સસ્તી કારોની શ્રેણીમાં આવતી કારો વિશે હંમેશા ક્વોલિટી અને સેફ્ટી મામલે સવાલ ઉઠતા રહ્યા છે.
Trending Photos
ભારતીય બજારમાં સસ્તી કારો ખુબ વેચાય છે. આ જ કારણ છે કે સામાન્ય માણસ માટે કાર બનાવનારી લગભગ તમામ કંપનીઓ કોઈને કોઈ હેચબેક મોડલ જરૂર વેચે છે. જો વેચાણના આંકડા જોઈએ તો વેગનઆર, સ્વિફ્ટ, અને બલેનો જેવી કારોનો માર્કેટમાં દબદબો છે. ફ્યૂલ એફિશિયન્ટ એન્જિન અને ઉત્તમ ફિચર્સ સાથે આવતી આ સસ્તી કારો દરેક રીતે સામાન્ય માણસનું મન જીતવામાં સફળ રહે છે. જો કે સસ્તી કારોની શ્રેણીમાં આવતી કારો વિશે હંમેશા ક્વોલિટી અને સેફ્ટી મામલે સવાલ ઉઠતા રહ્યા છે.
કંપનીઓ આ કારોની કિંમત ઓછી રાખવા માટે ક્વોલિટી સાથે સમાધાન કરે એવું બનતું હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી કાર વિશે જણાવીશું જે ડિઝાઈન અને ફીચર્સમાં તો શાનદાર છે જ પણ સાથે સાથે ક્વોલિટી અને સેફ્ટીનો પણ પૂરેપૂરો ભરોસો મળે છે. આ કારની કિંમતમાં આવતી કોઈ પણ અન્ય કારમાં તેના જેટલી સેફ્ટી મળતી નથી. કાર વિશે ખાસ જાણો.
કઈ દમદાર કાર છે?
કાર કંપનીઓ મોટાભાગે કારની કિંમત ઓછી રાખવા માટે તેમની ક્વોલિટી સાથે સમાધાન કરે છે. આ કારોમાં ગ્રાહકો પાર્ટ્સની ક્વોલિટીને લઈને ફરિયાદો પણ કરે છે. જો કે એક કાર એવી છે કે જે આ મામલે અપવાદ કહી શકાય. અહીં અમે જે કારની વાત કરી રહ્યા છીએ તે છે ટાટા ટિયાગો (Tata Tiago). આ કાર ભારતીય બજારમાં ઉપલબ્ધ સૌથી સુરક્ષિત હેચબેક કારોમાંથી એક છે. એક એન્ટ્રી લેવલ કાર હોવા છતાં ટિયાગોમાં 4 સ્ટારની ક્રેશ રેટિંગ મળે છે.
એન્જિન પણ જબરદસ્ત
ટાટા ટિયાગોમાં 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન મળે છે. જે 86 બીએચપીના પાવર 113 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર સીએનજી ઓપ્શનમાં પણ મળે છે. માઈલેજની વાત કરીએ તો કંપનીના જણાવ્યાં અનુસાર પેટ્રોલમાં તેની માઈલેજ 19.01 કિલોમીટર પ્રતિ લીટર છે. જ્યારે એક કિલો સીએનજીમાં તમે તેને 26.49 કિલોમીટર સુધી ચલાવી શકો છો.
ફીચર્સ પણ દમદાર
આ કારમાં એપ્પલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો સાથે 7 ઈંચનો ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, LED DRLs સાથે પ્રોજેક્ટર હેડલાઈટ્સ, બેક વાઈપર અને રિયર ડિફોગર જેવા ફિચર્સ મળે છે. તેમાં 8 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ અને કૂલ્ડ ગ્લોવબોક્સ જેવા ફીચર્સ પણ સામેલ છે. સેફ્ટીની રીતે તેમાં પેસેન્જર સેફ્ટી માટે ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ, રિયર પાર્કિંગ સેન્સર, ઈબીડી સાથે એબીએસ અને કોર્નરિંગ સ્ટેબિલિટી કંટ્રોલ મળે છે.
કિંમત પણ પોકેટ ફ્રેન્ડલી
ટાટા ટિયાગો સામાન્ય માણસના બજેટમાં સરળતાથી ફિટ થાય છે. આ કારની એક્સ શોરૂમ કિમત 5.60 લાખ રૂપિયાથી શરૂ થઈને 8.20 લાખ રૂપિયા સુધી છે. માર્કેટમાં આ કારનો મુકાબલો મારુતિ સ્વિફ્ટ, વેગનઆર, સેલેરિયો અને સિટ્રોન સી3 જેવી કારો સાથે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે